મુકેશ અંબાણીનો આજે છે જન્મદિવસ, ભેટરૂપે થયો છે આ ફાયદો

Posted By:
Subscribe to Oneindia News

ભારતના સૌથી મોટા, પૈસાદાર ઉદ્યોગપતિ એટલે આપણા ગુજ્જુ ભાઇ મુકેશભાઇ અંબાણી. આજે મુકેશભાઇનો જન્મદિવસ છે. અને તેમના જન્મ દિવસ પહેલા જ તેમને એક સારા સમાચાર ભેટ રૂપે મળી ગયા છે. મંગળવારે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) માર્કેટ કેપની રીતે TCS (ટાટા ગ્રુપની કંપની)ને પછાડીને દેશની નંબર 1 કંપની બની ગઇ છે. આમ એક રીતે જોવા જઇએ તો મુકેશ અંબાણીને બર્થ ડે પહેલા જ આ સમાચારે ખુશ કરી દીધા છે.

Read also: રિલાયન્સ જીયોની નવી ઓફર, ગ્રાહકોને મોટો ફાયદો!

ત્યારે જાણો શું છે આ ખુશખબર, જાણે બર્થ ડે બોય મુકેશ અંબાણીના ચહેરા પર લાવી દીધું છે સ્મિત. વિગતવાર જાણો અહીં...

જીયો

જીયો

જાણકારોનું કહેવું છે કે આ માટે જીયોની જીત ખુબ જ મહત્વની છે. જીયોના અદ્ધભૂત પ્રતિક્રિયા મળતા કંપનીના શેયરમાં મોટી તેજી જોવા મળી હતી. એક સપ્ટેમ્બરથી લઇને અત્યાર સુધી કંપનીના શેયરમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો સાથે જ મુકેશ અંબાણીની સંપત્તિનું મૂલ્ય પણ વધ્યું છે.

ટીસીએસ

ટીસીએસ

શેયરમાં આવેલી તેજીના કારણે મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RILની માર્કટ કેપ TCSની માર્કેટ કેપથી વધી ગઇ છે. એક્સચેંઝ મુજબ RILની માર્કેટ કેપ 4.58 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ત્યાં જ TCSની માર્કેટ કેપ 4.57 લાખ કરોડ રૂપિયા છે. જે મુજબ આરઆઇએલ હવે દેશની નંબર 1 કંપની બની ગઇ છે.

અંબાણી

અંબાણી

અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 40 ટકા ભાગેદારી ધરાવે છે. જે મુજબ રિલાયન્સના શેયરમાં તેજી જોવાતા તેમની સંપત્તિની પણ વેલ્યૂ વધી છે. અને આ કારણે જ રિલાયન્સ ગ્રુપના માલિક અનેબર્થ ડે બોય તેવા મુકેશ અંબાણી દુનિયાના અમીર લોકોના લીસ્ટમાં 23માં નંબરે પહોંચી ગયા છે. તેમની સંપત્તિમાં પણ 6 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. હવે અંબાણીની કુલ સંપત્તિ 29.7 બિલિયન ડોલર થઇ ગઇ છે.

અંબાણી

અંબાણી

અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 40 ટકા ભાગેદારી ધરાવે છે. જે મુજબ રિલાયન્સના શેયરમાં તેજી જોવાતા તેમની સંપત્તિની પણ વેલ્યૂ વધી છે. અને આ કારણે જ રિલાયન્સ ગ્રુપના માલિક અનેબર્થ ડે બોય તેવા મુકેશ અંબાણી દુનિયાના અમીર લોકોના લીસ્ટમાં 23માં નંબરે પહોંચી ગયા છે. તેમની સંપત્તિમાં પણ 6 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. હવે અંબાણીની કુલ સંપત્તિ 29.7 બિલિયન ડોલર થઇ ગઇ છે.

ટીસીએસ

ટીસીએસ

માર્કેટ જાણકારો માને છે કે ટીસીએસ રિલાયન્સ કરતા પાછળ ગઇ તે માટે ટાટા-મિસ્ત્રીનો વિવાદ પણ મહત્વપૂર્ણ અસર પાડે છે. બન્ને વચ્ચે લગભગ 2 થી 3 મહિના સુધી સતત વિવાદ રહ્યો જેની અસર કંપની પર પણ થઇ અને કંપનીને નુક્શાન પણ થયું. જો કે ટાટા અને રિલાયન્સ વચ્ચે હાલ ખુબ જ ઓછું અંતર છે.

વાંચો:

વાંચો:

આજે છે મુકેશ અંબાણીનો બર્થ ડે ત્યારે જાણો મુકેશ ભાઇને શું ગમે છે શું નહીં..

Read also: Jioના નામે જલસા કરાવનાર મુકેશ અંબાણીની અજાણી વાતો

English summary
Business: Today is Mukesh Ambani Birthday. And Before his birthday this good news comes for his company RIL. Read in Details.
Please Wait while comments are loading...