
મુકેશ અંબાણીએ માઈક્રોસોફ્ટના સીઈઓને પછાડ્યા
દેશના સૌથી અમીર વ્યક્તિ દુનિયામાં 13માં સૌથી મોટા અમીર છે પરંતુ અમીરોની એક યાદીમાં તે દુનિયાના સૌથી મોટા અમીર છે. તમને જણાવી દઈએ કે ફોર્બ્ઝે એક યાદી તૈયાર કરી છે જેમાં તેમને રાખવામાં આવ્યા છે જેમની માલિકી કોઈ સ્પોર્ટ્સ ટીમ પર છે. મુકેશ અંબાણી આઈપીએલમાં ભાગ લેતી ટીમ મુંબઈ ઈન્ડિયન્સના માલિક છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી સફળ ટીમોમાંની એક છે.
જો કે ગઈ આઈપીએલ સીરિઝમાં તે અડધાથી વધુ મેચ હારી ગઈ હતી. તેમછતાં મુકેશ અંબાણી હજુ પણ દુનિયાના સૌથી અમીર સ્પોર્ટ્સ ઓનર છે. મુકેશ અંબાણીની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં 69.2 હજાર કરોડ રૂપિયાથી પાંચ ગણી વધીને 3.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. તમને જણાવી દઈએ કે તેમની કંપની રિલાયન્સની રેવન્યુ લગભગ 4.2 લાખ કરોડ રૂપિયા છે. અમીર સ્પોર્ટ્સ ઓનરની યાદીમાં મુકેશ અંબાણી બાદ સ્ટીવ બામરનું સ્થાન છે. સ્ટીવ બામર સૌથી અમીર અમેરિકી છે જેમની લૉસ એન્જલસ ક્લિપર્સ, બાસ્કેટબોલ સ્પોર્ટ્સ ટીમ છે. ગયા વર્ષે તેમની સંપત્તી 7 ટકા વધીને 2.9 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. તમને જણાવી દઈએ કે બામર લગભગ 14 વર્ષ સુધી માઈક્રોસોફ્ટના સીઈઓ રહ્યા છે. બામરે 2.14માં માઈક્રોસોફ્ટથી રિટાયરમેન્ટ બાદ મોટાભાગના શેર પોતાની પાસે રાખ્યા છે અને છેલ્લા ચાર વર્ષમાં માઈક્રોસોફ્ટના શેર મોંઘા હોવાના કારણે બામરની નેટવર્થ પણ વધી છે.
ફોર્બ્ઝની યાદી મુજબ દુનિયાભરના 58 બિલિયોનર્સની લગભગ 70 ટીમોમાં ભાગીદારી છે. તે આ ટીમોમાંથી મેજોરિટી શેર હોલ્ડર છે કે ટીમના મેનેજીંગ પાર્ટનર છે. તેમની કુલ સંપત્તિ 24,8 લાખ રૂપિયા છે. રિલાયન્સે તિરુમાલા મંદિરમાં 1.11 કરોડનું દાન કર્યુ. વળી, બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) રવિવારે અહીંના ભગવાન વેંકટેશ્વર મંદિરમાં 1.11 કરોડ રૂપિયા દાનમાં આપ્યા. આ વાતની જાણકારી મંદિરના એક અધિકારીઓ આપી. અધિકારીએ જણાવ્યુ કે તિરુમાલામાં પ્રસિદ્ધ પહાડી મંદિરમાં આ રકમ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (ટીટીડી) ટ્રસ્ટને આપવામાં આવી જેથી આનાથી જાનલેવા બિમારીઓથી પીડિત ગરીબ લોકોની મદદ કરી શકાય. જો કે ટીટીડીના એક સૂત્રએ જણાવ્યુ કે આરઆઈએલના કાર્યકારી નિર્દેશક પીએમએસ પ્રસાદે મંદિરમાં પૂજા કર્યા બાદ ટીટીડીના સંયુક્ત કાર્યકારી અધિકારીને આ રકમને એક ડિમાન્ડ ડ્રાફ્ટ સોંપ્યો.
આ પણ વાંચોઃ નિતિન ગડકરીએ જણાવ્યુ કયા કારણસર પ્રિયંકા ગાંધી ગંગામાં યાત્રા કરી શક્યા