For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરતા પહેલા આ 10 વાતો જાણો

કેન્દ્ર સરકારે બાળકીઓ માટે નાની બચત યોજનાઓની શરૂઆત કરી. 'બેટી બચાવો-બેટી પઢાઓ' સ્કીમ મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત થઈ હતી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે બાળકીઓ માટે નાની બચત યોજનાઓની શરૂઆત કરી. 'બેટી બચાવો-બેટી પઢાઓ' સ્કીમ મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત થઈ હતી. આ સ્કીમનો ઉદ્દેશ્ય પુત્રીઓના ભવિષ્ય માટે બચતને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પબ્લિક પ્રોવિડંટ ફંડની તુલામાં વધુ વ્યાજ મળે છે. અને ટેક્સમાં પણ છૂટ મળે છે. જો તમારી પુત્રી 10 વર્ષ કે તેનાથી નાની છે, તો તમારે મોડુ કર્યા વગર આ યોજનાનો લાભ લેવો જોઈે. હાલમાં આ યોજનામાં તમને 8.1 ટકા વાર્શિક વ્યાજ મળી રહે છે. જે પીપીએફ કરતા વધુ છે. જો તમે આ યોજનામાં રોકાણ કરવા ઈચ્છતા હો, તો આ યોજના વિશે આટલું જાણવું જરૂરી છે.

કેવી રીતે મળશે ફાયદો ?

કેવી રીતે મળશે ફાયદો ?

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ફાયદો એ ભારતીયોને જ મળશે, જેમની પુત્રી 10 વર્ષ કે તેનાથી નાની છે. જો તમારી પુત્રીની ઉંમર 10 વર્ષ સુધીની છે તો સુકન્યા સમૃદ્ધિ યોજના મુજબ અકાઉન્ટ ખોલી શકો છો. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે ઓછામાં ઓછા હજાર રૂપિયા કે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. જેનો ફાયદો તમારી પુત્રીના અભ્યાસ કે લગ્નના ખર્ચા સમયે મળશે.

ક્યાં ખુલશે ખાતું ?

ક્યાં ખુલશે ખાતું ?

ભારત સરકારની આ યોજના અંતર્ગત તમે દેશના કોઈ પણ ખુણે અકાઉન્ટ ખોલાવી શકો છો. તમે કોઈ પણ પોસ્ટ ઓફિસ કે બેન્કની સત્તાવાર શાખામાં ખાતું ખોલાવી શકો છો. સામાન્ય રીતે જે બેન્ક પીપીએફ ખાતાની સુવિધા આપે છે ત્યાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલવાની પણ સુવિધા હોય છે.

કેવી રીતે ખુલશે ખાતું ?

કેવી રીતે ખુલશે ખાતું ?

આ યોજના અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવવા માટે તમારે પોસ્ટ ઓફિસ કે બેન્કમાં જઈને યોજનાનું ફોર્મ, બાળકીના જન્મનું પ્રમાણપત્ર, વાલીનું ઓળખપત્ર જેવા જરૂરી દસ્તાવેજ જમા કરવા પડશે.

કેવી રીતે કરશો ગણતરી ?

કેવી રીતે કરશો ગણતરી ?

જો તમે આ યોજનામાં ખાતું ખોલાવ્યું હોય તો તમને જણાવી દઈએ કે તમે વ્યાજની ગણતરી કેવી રીતે કરશો ? માની લો તમે હાલ હજાર રૂપિયા પ્રતિ મહિને ભરીને ખાતું ખોલાવ્યું છે તો 14 વર્ષ બાદ એટલે કે 2031 સુધી દર વર્ષે તમારા ખાતામાં 12 હજાર રૂપિયા જમા થશે. હાલના હિસાબથી તમને આના પર 8.1 ટકાના દરથી વ્યાજ મળશે અને જ્યારે તમારી પુત્રી 21 વર્ષની થશે તો તેને કુલ રકમ મળી શક્શે

સુકન્યા સમૃદ્ધિ યોજનાથી તમને લાભ

સુકન્યા સમૃદ્ધિ યોજનાથી તમને લાભ

આ યોજનામાં તમે તમારી પુત્રીનું ભવિષ્ય તો સુરક્ષિત કરી જ શકો છો પરંતુ વધુ વ્યાજની સાથે સાથે ટેક્સમાં પણ છૂટ મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમા થતી રકમ પર આવકવેરાની કલમ 80 સી મુજબ ટેક્સમાં લાભ મળે છે. આ યોજનામાં મળતું વ્યાજ અને મેચ્યોરિટી પર મળતી રકમ પણ ટેક્સ ફ્રી છે.

ક્યારે મેચ્યોર થશે અકાઉન્ટ ?

ક્યારે મેચ્યોર થશે અકાઉન્ટ ?

આ યોજના અંતર્ગત તમારી પુત્રીને 21 વર્ષ પૂરા થવા પર ખાતું મેચ્યોર થશે. પુત્રીને 18 વર્ષ પૂરા થવા બાત તમે આંશિક રકમ ઉપાડી શકો છો. દુર્ભાગ્યે જો બાળકીનું મોત નીપજે તો ખાતુ તરત બંધ થઈ જશે

કયા કયા દસ્તાવેજ છે જરૂરી ?

કયા કયા દસ્તાવેજ છે જરૂરી ?

સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતુ ખોલવા માટે આ દસ્તાવેજ જરૂરી છે.

  • સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ
  • બાળકીના જન્મનું પ્રમાણપત્ર
  • બાળકીના માતા પિતાનું ઓળખપત્ર
  • બાળકીના માતાપિતાનું એડ્રેસ પ્રૂફ
  • બાળકીનો માતા પિતા સાથેનો ફોટો

સુકન્યા સમૃદ્ધિ યોજનાની ખાસ વાતો

સુકન્યા સમૃદ્ધિ યોજનાની ખાસ વાતો

  • તમે આ ખાતું વધુમાં વધુ બે બાળકીના નામ પર ખોલાવી શકો છો.
  • જુડવા બાળકીની સ્થિતિમાં ત્રીજુ ખાતુ ખુલી શકે છે.
  • પુત્રીને 18 વર્ષ થવા પર ખાતામાંથી આંશિક ઉપાડ શક્ય છે
  • પુત્રીને 21 વર્ષ થવા પર અકાઉન્ટ મેચ્યોર થશે
  • જો નક્કી સમયે ખાતામાં રકમ જમા ન થાય તો વાર્ષિક 50 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે.
કેવી રીતે જમા કરી શક્શો રકમ ?

કેવી રીતે જમા કરી શક્શો રકમ ?

તમે આ ખાતામાં રકમ રોકડ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો. રકમ જમા કરનારનું નામ અને અકાઉન્ટ હોલ્ડરનું નામ લખવું જરૂરી છે.

કોણ ઓપરેટ કરી શક્શે ખાતું ?

કોણ ઓપરેટ કરી શક્શે ખાતું ?

આ ખાતામાં બાળકીના માતા પિતા ચલાવી શકે છે. પુત્રીને 10 વર્ષ થવા પર તે પોતે પણ ખાતું ઓપરેટ કરી શકે ચે. જો કે રકમ કોઈ પણ અધિકૃત વ્યક્તિ જમા કરી શકે છે.

English summary
must know 10 things about sukanya samriddhi yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X