For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM Secrets : એટીએમમાંથી કેશ જ નહીં, આ 7 કામ પણ થશે

એટીએમ સિક્રેટમાં શીખો એટીએમ વાપરવાની અન્ય ટિપ્સ. જાણો કેવી રીતે પૈસા નીકળવા સિવાય પણ તમે બેંકિગના આ કામ એટીએમ વડે કરી શકો છો. જાણો વધુ અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

આપણામાંથી મોટા ભાગના લોકો તેવું વિચારે છે એટીએમ માંથી ખાલી કેશ એટલે કે પૈસા જ નીકળે. પણ એટીએમની મદદથી તમે જ્યારે ઇચ્છો ત્યારે પૈસા તો નીકાળી જ શકો છો. સાથે જ અન્ય 7 કામ પણ કરી શકો છો. જે વિષે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ત્યારે આજે અમે તમને એટીએમના અલગ અલગ 7 અન્ય ઉપાયો પણ જણાવી રહ્યા છીએ જેથી કરીને આ કામ કરવા માટે તમારે બેંક ખુલાવાની રાહ નહીં જોવી પડે અને આ તમામ વસ્તુઓ પણ તમે ઇચ્છો ત્યારે એટીએમની મદદથી કરી શકશો. તો જાણો આ વિષે વધુ અહીં...

એટીએમથી ફિક્સ ડિપોઝિટ

એટીએમથી ફિક્સ ડિપોઝિટ

જો તમે એફડી કરવા માંગો છો તો તમારે બેંકોના ચક્કર કાપવાની જરૂર નથી આ માટે તમે કોઇ પણ નજીકના એટીએમમાં જઇને ફિક્સ ડિપોજીટ સેવાઓનો લાભ મેળવી શકો છો. આ માટે તમારા એટીએમ કાર્ડને સ્વાઇપ કરો અને આ રીતે તમે ફિક્સ ડિપોઝિટ કરાવી શકો છો.

મની ટ્રાંસફર

મની ટ્રાંસફર

એટીએમની મદદથી તમે સરળતાથી ફંડ ટ્રાંસફર પણ કરી શકો છો. જો તમારે તરત કોઇને પૈસા મોકલવા હોય તો તે પણ તમે કરી શકો છો. આ માટે તમે એટીએમની મદદથી 4000 રૂપિયા સુધીનું ફંડ તરત ટ્રાંસફર કરી શકો છો. પણ અહીં તમને જણાવી દઇએ કે ફંડ ટ્રાંસફર કરવા માટે તમારી જોડે જે તે વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે.

પર્સનલ લોન

પર્સનલ લોન

એટીએમની મદદથી તમે પર્સનલ લોન પણ મેળવી શકો છો. તમારી બેંક તમને પ્રી અપ્રૂવ્ડ પર્સનલ લોનની સુવિધા આપે છે. આ માટે તમે એટીએમની મદદ લઇ શકો છો.

પૈસા ડિપોઝિટ

પૈસા ડિપોઝિટ

તમે એટીએમની મદદ લઇને તમારા ખાતામાં પૈસા જમા પણ કરાવી શકો છો. અનેક બેંકો પોતાના એટીએમમાં પૈસા જમા કરવા માટે મશીન લગાવે છે. તેવામાં તમારે પૈસા ડિપોઝિટ કરવા માટે બેંક જવાની જરૂર નહીં પડે. તમને જણાવી દઇએ કે આ સુવિધા તમામ બેંકોમાં ઉપલબ્ધ હજી શરૂ નથી કરવામાં આવી.

મોબાઇલ રિચાર્જ

મોબાઇલ રિચાર્જ

એટીએમની મદદથી તમે પ્રીપેડ મોબાઇલ રિચાર્જ કરી શકો છો. આ માટે તમારે એટીએમમાં આપેલા મેન્યૂમાં મોબાઇલ રિચાર્જ બટનને ટચ કરવું પડશે. તે પછી તેમાં જણાવેલી જાણકારી ભરી તમે તમારો મોબાઇલ રિચાર્જ કરાવી શકો છો.

English summary
must read 7 secret use of atm which you never know before
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X