For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોના નામના મ્યુચ્યુઅલ ફંડની તમામ માહિતી મેળવો

મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું રોકાણ મદદગાર સાબિત થાય છે. આપણે જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કંપનીઓ રોકાણકારો પાસેથી પૈસા મેળવે છે.

|
Google Oneindia Gujarati News

મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું રોકાણ મદદગાર સાબિત થાય છે. આપણે જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કંપનીઓ રોકાણકારો પાસેથી પૈસા મેળવે છે. આ પંસા તેઓ શેરમાં રોકે છે અને બદલામાં તેઓ રોકાણકારો પાસેથી ચાર્જ વસુલે છે.

જો કે જે લોકોને શેર બજાર વિશે ખાસ માહિતી નથી, તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ સારો વિકલ્પ છે. રોકાણકારો પોતાના નાણાકીય લક્ષ્ય પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ પસંદ કરી શકે છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં બેન્ક FD કરતા ઝડપથી ડબલ થશે પૈસા

એમાંય જો આપણે બાળકોના ભવિષ્યની જરૂરિયાતો જેમકે ઉચ્ચ શિક્ષણ, લગ્ન માટે પૈસા બચાવવા ઈચ્છતા હોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ સગીર બાળકના નામે પણ લઈ શકાય છે. જો કે બાળકો તે મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન નહીં કરી શકે. અને રોકાણ પણ તેમના તરફથી વાલીએ કરવું પડશે.

શું જોઈશે

શું જોઈશે

મ્યુચ્યુઅલ ફંડ ખાતું ખોલવા માટે અરજી કરવાની સાથે આ દસ્તાવેજ આપવા જરૂરી છે.

KYC માટે બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ, અદાલતનો આદેશ (જો વાલી કોર્ટે નક્કી કર્યો હોય તો) આ તમામ દસ્તાવેજ સગીરના પુરાવા તરીકે આપવા જરૂરી છે. સાથે જ સગીર બાળક સાથે તમારે તમારો સંબધ પણ જણાવવો પડશે.

વાલીનું પાન કાર્ડ

વાલીનું પાન કાર્ડ

કેવી રીતે પૈસા રોકશો તેની માહિતી, બેન્ક અકાઉન્ટ નંબર આપવા માટે કેન્સલ ચેક
આ બેન્ક ખાતામાં થી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકાતા જશે.
એટલું જ નહીં વાલીએ અરજી ફોર્મમાં સિગ્નેચર પણ કરવી પડશે.

શું શરતો છે

શું શરતો છે

મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો માટે જોઈન્ટ અકાઉન્ટ હોલ્ડિંગને મંજૂરી નથી મળથી. આમાં નોમિનેશન પણ શક્ય નથી. ઉલ્લેખનીય ચે કે એક સગીર પોર્ટફોલિયોનો પહેલો અને એક માત્ર હકદાર હશે, પરંતુ તેને વાલી દ્વારા અથવા કોર્ટે નીમેલા સંરક્ષક દ્વારા સંચાલિત કરાશે.

SIP અથવા SWP સંબંધિત નિરદેશ ખાતાધારકના 18 વર્ષ પૂરા થાય ત્યારે જ રજિસ્ટર થઈ શક્શે. રોકાણ કરવા માટે પૈસા વાલી સિવાય અન્ય એક વ્યક્તિના ખાતામાંથી કરી શકાય છે, જેની મર્યાદા 50 હજારની છે, આ રોકાણને ત્રીજા પક્ષની ચૂકવણી મનાશે

જો સગીરના સંરક્ષક બદલવા હોય તો હાલના સંરક્ષક પાસેથી એનઓસી મેળવવું જરૂરી છે, અથવા હાલના વાલીનું મત્યુ થાય તો જ તે બદલી શકાય છે.

18 વર્ષની ઉંમરે

18 વર્ષની ઉંમરે

જ્યારે સગીર 18 વર્ષનો થશે ત્યારે પોર્ટફોલિયોમાં સગીરનું નામ વ્યસ્ક તરીકે ન બદલાય ત્યાં સુધી બધી લેવડ દેવડ અટકાવી દેવાશે. ખાતાધારક 18 વર્ષનો થાય બાદમાં સંરક્ષક પોર્ટફોલિયોમાં કોઈ લેવડ દેવડ નહીં કરી શકે. સ્થિતિ બદલવા માટે પહેલા મ્યુચ્યુઅલ ફંડ કંપની ખાતાધારકને એક નોટિસ મોકલશે. અને પોર્ટફોલિયોની કામગીરી ન અટકે તે જરૂરી હોય છે.

ઉલ્લેખનીય છે કે પેન કાર્ડ, કોન્ટેક ડિટેઈલ્સ અને બેનક્ અકાઉન્ટ સહિત KYC જમા કરાવવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જે રેકોર્ડ રખાયા છે, તેમાં ખાતાધારકની સહી જરૂરી છે, જે મેનેજરે અપ્રૂવ કરવી જરૂરી છે.

English summary
If you want to buy mutual fund for your child read this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X