For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર એપ્રિલ 2015થી ઓનલાઇન બિઝનેસ અપ્રુવલ આપશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 નવેમ્બર : નરેન્દ્ર મોદી સરકાર ઉદ્યોગો માટે સારા ઇન્પ્રાસ્ટ્રક્ચરને ઉપલબ્ધ કરાવવા ઉપરાંત વિવિધ પ્રકારની મંજુરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે દિશામાં પણ કામ કરી રહી છે. આ માટે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ દિશમાં આગળ વધતા કેન્‍દ્ર સરકાર નવા નાણાકીય વર્ષથી એટલે કે એપ્રિલ 2015થી નવો બિઝનેશ શરૂ કરવા જરૂરી કેન્‍દ્ર અને રાજય સરકારોના વિવિધ વિભાગોની 200 જેટલી પરમીટ માટે ઓનલાઇન એપ્રુવલ સિસ્‍ટમ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ સિસ્ટમના આરંભથી દેશમાં નવો બિઝનેશ શરૂ કરવા ઇચ્‍છુક ઉદ્યોગસાહસીકોને નવા નાણાકીય વર્ષથી વિવિધ મંજુરી માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે.

investment-16

આ સિસ્ટમમાં કોઇ પણ પ્રકારના બિઝનેસની નોંધણી અને મંજુરીની તમામ પરમીટ અને લાઇસન્‍સ માટે ઓનલાઇન અરજી કરી શકવા સાથે તેની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તેનું લેટેસ્ટ અપડેટ પણ મેળવી શકશે. આ અંગેની માહિતી કેબીનેટ સચિવ અજીત સેઠે શુક્રવારે વાણિજય અને ઉદ્યોગ સચિવો અને કોર્પોરેટર જગત સાથે મુલાકાત દરમિયાન આપી હતી.

નોંધનીય છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશના વર્લ્‍ડ બેન્‍કના ઇન્‍ડેકસમાં ભારત હાલ 142 મું સ્‍થાન ધરાવે છે. જેને કેન્દ્ર સરકારે આગામી વર્ષમાં 50 માં ક્રમે લાવવાની ખાતરી આપી છે. મોદી સરકાર ભારતમાં રોકાણકારોનો રસ વધારવામાં સફળ રહી છે. જો કે વિદેશી રોકાણકારો પોલીસી સંબધી અનિヘતિતા અને અમલદારશાહીથી પરેશાન છે અને આ વ્‍યવસ્‍થામાં બદલાવ ઇચ્‍છે છે. નિષ્‍ણાતોના મતે આ પગલુ માહોલને બદલવામાં ચાવી રૂપ પુરવાર થશે.

એક વરીષ્‍ઠ સરકારી અધીકારીએ જણાવ્‍યું હતું કે કેબીનેટ સચીવ તમામ મંત્રાલય અને રાજય સરકારોને માર્ચ 2015 સુધીમાં આ કવાયત પુરી કરવાનો આગ્રહ કરી રહ્યા છે. જેથી કોઇપણ સેકટર કે રાજયમાં નવો બીબિઝનેસ શરૂ કરવા ઇચ્‍છુક વ્‍યકિત જરૂરી મંજુરી અને ફીની ચુકવણી ઓનલાઇન કરી શકે નોંધણી અને મંજુરી માટે પ્રસ્‍તાવિત રાષ્‍ટ્રીય પોર્ટલને પગલે ઉદ્યોગસાહસીકો ભારતની માથાકુટથી ભરેલી અને અનિશ્ચિત અમલદાર શાહીમાંથી બચી જશે હાલ આ સિસ્‍ટમમાં બ્રોકર્સ અને એજન્‍ટસને નાણા ચુકવી કામ કરાવવુ પડે છે.

અધિકારીએ વધુમાં જણાવ્‍યું હતું કે પોર્ટલ પરનું સ્‍ટાર્ટ અપ મેટ્રિકસ અરજદારને વિવિધ સેકટર્સ માટે જરૂરી મંજુરીની માહીતી આપશે. ઉદાહરણ તરીકે તમારે ગુજરાતમાં ફાર્મા એકમ સ્‍થાપવો હોય તો કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી અને રાજય સરકાર પાસેથી મેળવવાની મંજુરીની માહિતી પોર્ટલ આપશે અત્‍યાર સુધીમાં રાજય સ્‍તરની 81 મંજુરીને ડીજિટાઇઝ કરવામાં આવી છે. જેમાં જમીન સંપાદન ફેકટરીની સ્‍થાપના બોઇલરની નોંધણી, ડીઝલ જેનસેટ ચલાવવાની મંજુરીનો સમાવેશ 133 મંજુરીની પ્રક્રીયા પણ ઓનલાઇન કરાશે.

English summary
Narendra Modi government will start online business approval facility from April 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X