ફેસબુક IPOની નિષ્ફળતા મુદ્દે નાસ્ડેક વિક્રમી દંડ ભરશે

અમેરિકાના બીજા સૌથી મોટા ઇક્વિટી માર્કેટ નાસ્ડેકે મે 2012 દરમિયાન ફેસબુકના આઇપીઓ દરમિયાન તેની નબળી સિસ્ટમ અને નબળા નિર્ણયને પગલે આ દંડ ચૂકવવો પડશે. એસઇસીના જણાવ્યા અનુસાર આઇપીઓના ઇતિહાસમાં ફેસબુક સૌથી મોટો આઇપીઓ બહાર પાડવાનું હતું અને તેમાં મોટી સંખ્યામાં રોકાણકારો જોડાવાની શક્યતા છતાં નાસ્ડેક દ્વારા તે બાબતમાં તકેદારી રાખવામાં આવી ન હતી. નાસ્ડેકની ડિઝાઇનને કારણે આઇપીઓના ખરીદ વેચાણમાં મુશ્કેલી ઉભી થઇ હતી. જેના કારણે અનેક નિયમોનો ભંગ થયો હતો.
આ કારણે અંદાજે ફેસબુકના 30000 ઓર્ડર્સ નાસ્ડેકની સિસ્ટમમાં ફસાયેલા રહ્યા હતા. બે કલાક સુધી ચાલેલી આ મુશ્કેલીને કારણે ઘણા તેમાંથી ખસી ગયા અથવા પોતાના સોદા રદ કર્યા હતા. નાસ્ડેકની ડિઝાઇન સિસ્ટમમાં મુશ્કેલી સર્જાવાને કારણે ફેસબુકને 500 મિલિયન ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું હતું.












Click it and Unblock the Notifications
