For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ સ્ટૉક એક્સચેન્જના ચેરમેન પદ પરથી અશોક ચાવલાનું રાજીનામું

નેશનલ સ્ટૉક એક્સચેન્જના ચેરમેન પદેથી અશોક ચાવલાનું રાજીનામું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એરસેલ-મેક્સિસ લાંચ મામલામાં નામ આવ્યા બાદ નેશનલ સ્ટૉક એખ્સચેન્જના ચેરમેન અશોક ચાવલાએ શુક્રવારે તત્કાળ પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. જણાવી દઈએ કે એરસેલ-મેક્સિસ લાંચ મામલામાં સીબીઆઈએ ચાવલા, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સાથે કેટલાય અન્ય અધિકારીઓનાં નામ લીધાં છે. જે બાદ ચાવલાએ કાયદાકીય ઘટનાક્રમનો હવાલો આપતાં એનએસઈના ચેરમેનના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ashok chawla

જણાવી દઈએ કે સીબીઆઈએ પાછલા વર્ષે જુલાઈમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ અધિકારીઓ સામે સુનાવણી શરૂ કરાવવા માટે સરકારની મંજૂરીની ઈંતજાર કરી રહી હતી. નાણા મંત્રાલયે પી. ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ અધિકારીઓ માટે પણ આવા પ્રકારની જ અનુમતિની આવશ્યકતા હતા.

સીબીઆઈ કોર્ટે એજન્સીને શુક્રવાર સુધી નાણા મંત્રાલયની અનુમતિ લેવા માટે કહ્યું હતું. જુલાઈ 2018માં સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને એરસેલ-મેક્સિસ મામલામાં એક અભિયુક્ત બનાવ્યા. પી. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમની પાસે માત્ર 600 કરોડ સુધીના જ વિદેશી રોકાણને મંજૂરી આપવાની શક્તિ હતી પરંતુ તેમણે આર્થિક મામલાની મંત્રિમંડળીય સમિતિને જણાવ્યા વિના જ 3200 કરોડ સુધીના વિદેશી રોકાણને મંજૂરી આપી દીધી હતી.

આ પણ વાંચો- Amazonના માલિકથી છૂટાછેડા લઈને મેકેંજી બની વિશ્વની સૌથી અમીર મહિલા

English summary
National Stock Exchange Chairman Ashok Chawla on Friday resigned from his post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X