For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેવા કર ચોરી રોકવા માટે રચાશે નવું એકમ

|
Google Oneindia Gujarati News

tax
નવી દિલ્હી, 8 એપ્રિલ : સેવા કર ચોરીના વધતા જતા કિસ્સાઓથી ચિંતિત સરકાર હવે આ સ્થિતિને રોકવા માટે એક અલાયદા ખાનગી એકમની રચના કરવાનું વિચારી રહી છે. આ એકમ સર્વિસ ટેક્સ ચોરી કરનારને પકડી પાડશે.

આ મુદ્દે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત એકમની રચના નાણા મંત્રાલયે તેની અંતર્ગત આવતા બે એકમો જેમ કે ડીઆઇઆઇ અને ડીજીસીઇઆઇની જેમ જ કરશે. નાણાકીય વર્ષ 2012-13ની એપ્રિલથી ડિસેમ્બર સુધીની અવધિમાં કેન્દ્રીય ઉત્પાદન અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઇસી)એ 9800 કરોડની સર્વિસ ટેક્સ ચોરી થઇ હોવાનું શોધી કાઢ્યું છે. આ પહેલાના વર્ષમાં સમાન સમયગાળામાં આ આંકડો 5000થી 6000 કરોડ રૂપિયા રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર સેવા કરના ડાયરામાં અને અન્ય સેવાઓ આવશે તેને ધ્યાનમાં રાખીને નવું નિર્દેશાલય બનાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે હજી સુધી એવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે નવું એકમ ક્યાં સુધીમાં રચવામાં આવશે અને તે ક્યારથી કાર્યરત બનશે.

English summary
New intelligence unit will serve to prevent tax evasion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X