For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં દર 10માંથી 3 વ્યક્તિ ગરીબ: રંગરાજન સમિતિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જુલાઇ: જો આપ ગામડામાં રહેતા હોવ અને રોજના તમે રૂપિયા 32 કમાતા હોવ અને જો શહેરમાં રહેતા હોવ અને રોજના 47 રૂપિયા કમાતા હોવ તો આપ ગરીબ નથી. આવું દેશમાં ગરીબીના અંદાજા માટે બનેલી સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે. નવી ગરીબી રેખા નક્કી કરવા માટે પૂર્વ આરબીઆઇ ગવર્નર સી રંગરાજને મોદી સરકારને સોંપેલા અહેવાલમાં આ વાત બતાવી છે.

ગરીબીના અંદાજ માટે બનેલી રંગરાજન સમિતિના પૂર્વવર્તી તેંડુલકર સમિતિના અંદાજીતને રદ કરતા જણાવ્યું કે દેશમાં દર દસમાંથી ત્રણ વ્યક્તિ ગરીબ છે. સમિતિએ પોતાનો રિપોર્ટ હાલમાં જ યોજના મંત્રી રાવ ઇંદ્રજીત સિંહને સોંપ્યો છે. તેમાં સમિતિએ સરકારને શહેરોમાં રોજ 47 રૂપિયા અને ગામડામાં 32 રૂપિયાથી ઓછો ખર્ચ કરનારા વ્યક્તિને ગરીબની શ્રેણીમાં રાખવાનો સૂજાવ આપ્યો છે.

શું છે રંગરાજન સમિતિના રિપોર્ટમાં
રિપોર્ટ અનુસાર, દેશમાં નાણા વર્ષ 2011-12 દરમિયાન દર ત્રીજો વ્યક્તી ગરીબ હતો, જ્યારે એક વર્ષ પહેલા (2009-10)માં દર ચોથો વ્યક્તિ ગરીબીની શ્રેણીમાં આવતો હતો. રંગરાજનની રિપોર્ટ અનુસાર, માત્ર એક વર્ષમાં 9.4 કરોડ રૂપિયા વધી ગયા. તેનું કારણ એ છે કે રંગરાજને વર્ષ 2011-12 માટે ગ્રામીણ વિસ્તારોમાં 32 રૂપિયા રોજ અને શહેરી વિસ્તારમાં 47 રૂપિયા રોજનો ખર્ચ કરનારને ગરીબ માન્યો. જ્યારે તેંડુલકર સમિતિએ આ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં 27 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 33 રૂપિયા રોજના ખર્ચ કરનારાઓને જ ગરીબીની શ્રેણીમાં રાખ્યા હતા.

મોદી સરકાર પાસે આશા વ્યક્ત કરતા એનસીપી નેતા તારિક અનવરે આ આંકડાઓને ખોટા ગણાવ્યા છે. તારિક અનવરે જણાવ્યું કે મારા ખ્યાલ પ્રમાણે આ આંકડા રિયલટી પર આધારિત નથી. જે રીતે મોંઘવારીમાં વધારો થયો છે, તેનાથી આ ભાવ પર લોકોનું પાલન પોષણ થાય. મને એવું નથી લાગતું. આપણા માટે શરમની વાત છે કે 10 માંથી ત્રણ લોકો ગરીબ છે. નવી સરકાર મોટા મોટા વચનો કરીને આવી છે, તેની પાસે મોટી આશા છે.

જેડીયૂ અલ અનવરે જણાવ્યું કે ગયા વર્ષની યોજના પંચની રિપોર્ટની તુલનાએ આમાં સુધાર છે. છતાં પણ તે સત્ય નથી. બ્યૂરોક્રેટ્સ જમીની વાસ્તવીકતાથી દૂર રહે છે.

મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે હવે આ રિપોર્ટ આવ્યો છે તો જોઇશું, ઇકોનોમિક સર્વે પણ આવશે. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે ટિખળ કરતા જણાવ્યું કે તેઓ રંગરાજનને 100 રૂપિયા આપશે અને તેઓ ગામમાં રહીને બતાવે.

રંગરાજન સમિતિના રિપોર્ટ અનુસાર

રંગરાજન સમિતિના રિપોર્ટ અનુસાર

દેશમાં નાણા વર્ષ 2011-12 દરમિયાન દર ત્રીજો વ્યક્તી ગરીબ હતો, જ્યારે એક વર્ષ પહેલા (2009-10)માં દર ચોથો વ્યક્તિ ગરીબીની શ્રેણીમાં આવતો હતો. રંગરાજનની રિપોર્ટ અનુસાર, માત્ર એક વર્ષમાં 9.4 કરોડ રૂપિયા વધી ગયા.

તેનું કારણ એ છે કે રંગરાજને વર્ષ

તેનું કારણ એ છે કે રંગરાજને વર્ષ

2011-12 માટે ગ્રામીણ વિસ્તારોમાં 32 રૂપિયા રોજ અને શહેરી વિસ્તારમાં 47 રૂપિયા રોજનો ખર્ચ કરનારને ગરીબ માન્યો. જ્યારે તેંડુલકર સમિતિએ આ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં 27 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 33 રૂપિયા રોજના ખર્ચ કરનારાઓને જ ગરીબીની શ્રેણીમાં રાખ્યા હતા.

એનસીપી નેતા તારિક અનવર

એનસીપી નેતા તારિક અનવર

મોદી સરકાર પાસે આશા વ્યક્ત કરતા એનસીપી નેતા તારિક અનવરે આ આંકડાઓને ખોટા ગણાવ્યા છે. તારિક અનવરે જણાવ્યું કે મારા ખ્યાલ પ્રમાણે આ આંકડા રિયલટી પર આધારિત નથી. જે રીતે મોંઘવારીમાં વધારો થયો છે, તેનાથી આ ભાવ પર લોકોનું પાલન પોષણ થાય, મને એવું નથી લાગતું. આપણા માટે શરમની વાત છે કે 10 માંથી ત્રણ લોકો ગરીબ છે. નવી સરકાર મોટા મોટા વચનો કરીને આવી છે, તેની પાસે મોટી આશા છે.

જેડીયૂ અલ અનવર

જેડીયૂ અલ અનવર

જેડીયૂ અલ અનવરે જણાવ્યું કે ગયા વર્ષની યોજના પંચની રિપોર્ટની તુલનાએ આમાં સુધાર છે. છતાં પણ તે સત્ય નથી. બ્યૂરોક્રેટ્સ જમીની વાસ્તવીકતાથી દૂર રહે છે.

મલ્લિકાર્જૂન ખડગે

મલ્લિકાર્જૂન ખડગે

મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે હવે આ રિપોર્ટ આવ્યો છે તો જોઇશું, ઇકોનોમિક સર્વે પણ આવશે. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે ટિખળ કરતા જણાવ્યું કે તેઓ રંગરાજનને 100 રૂપિયા આપશે અને તેઓ ગામમાં રહીને બતાવે.

English summary
Those spending over Rs 32 a day in rural areas and Rs 47 in towns and cities should not be considered poor, an expert panel headed by former RBI governor C Rangarajan said in a report submitted to the BJP government last week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X