New Rules : પહેલી મેંથી બદલાઈ ગયા છે આ નિયમો, આજે જ જાણી લો
New Rules from Today : દર મહિનાની પહેલી તારીખ સાથે અનેક ફેરફારો પણ આવે છે, પરંતુ ઘણી વખત લોકોને આની જાણકારી ન હોવાથી નુકસાન સહન કરવું પડે છે.
અહીં અમે તમને જણાવીશું કે 1 મે 2025થી કયા નિયમોમાં ફેરફાર થયા છે, જે તમારી આર્થિક સ્થિતિને અસર કરશે.

LPG સિલિન્ડરના ભાવ
દર મહિને પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે અને આજે પણ આમાં ફેરફાર થયો છે. ઈન્ડિયન ઓઈલે ગેસ સિલિન્ડરના ભાવ અપડેટ કર્યા છે.
આજથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લે 8 એપ્રિલે LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો, જેના પછી 14 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત 853 રૂપિયા થઈ છે.
ATM ટ્રાન્ઝેક્શન મોંઘા થયા
1 મે 2025થી ATMમાંથી પૈસા ઉપાડવા માટેની મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા બદલાઈ છે. લિમિટથી વધારે ATMમાંથી પૈસા ઉપાડવા માટે 19 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત બેલેન્સ ચેક કરવા માટે પણ ચાર્જ લાગશે.
રેલવે ટિકિટ બુકિંગના નવા નિયમો
આજથી રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં પણ ફેરફાર થયો છે. હવે જો તમારી વેઈટિંગ ટિકિટ ક્લિયર નહીં થાય તો તમે મુસાફરી નહીં કરી શકો. વેઈટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચ માટે જ માન્ય હશે. એટલે કે હવે વેઈટિંગ ટિકિટ સાથે સ્લીપર કે AC કોચમાં પ્રવેશી શકાશે નહીં.
એક રાજ્ય-એક ગ્રામીણ બેંક યોજના લાગુ
આજથી એક રાજ્ય-એક ગ્રામીણ બેંક (RRB) યોજના અમલમાં આવી છે. આ કેન્દ્રીય નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગની સુધારણા યોજના છે. આ યોજના હેઠળ તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને એકસાથે જોડીને એક મોટી બેંક બનાવવામાં આવી છે.
આ યોજના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકમાં આજથી લાગુ થઈ છે.
FD અને સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરમાં ફેરફાર
આજથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરોમાં પણ ફેરફાર થયો છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રેપો રેટમાં ઘટાડો કર્યો છે, જેના પગલે મોટાભાગની બેંકોએ FD અને સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.












Click it and Unblock the Notifications
