આકાશ ટેબલેટના આગામી વર્ઝનની કિંમત 2500 રૂ!

ડેટાવિન્ડના સીઇઓ સુનિત સિંહ તુલીએ કહ્યું છે કે, જ્યા સુધી મને જાણકારી છે. આકાશ ટેબલેટ પર કમિટી તેના ઉંચા વર્ઝન 2500 રૂપિયા/યુનિટ પર ઇચ્છે છે. અમે દરેક 10 લાખ યુનિટના ઓર્ડર પર આ કિંમત માટે તૈયાર છીએ.
ગત ટેન્ડરમાં આકાશ ટેબલેટેની સ્પલાયમાં મોડુ થયું હતુ અને ઘણો વિવાદ થયો હતો. જ્યારે આકાશ ટેબલેટની સપ્લાયમાં થયેલા મોડા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તુલીએ કહ્યું કે, તેમણે તેની સપ્લાય એક મહિના પહેલા જ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, ટેન્ડર અનુસાર આકાશ ટેબલેટની સપ્લાય 6 જૂન સુધી કરવાની હતી અને અમે આ કામ 1 મેના રોજ જ પૂર્ણ કરી નાંખ્યું છે.












Click it and Unblock the Notifications
