For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલના ભાવ તો ન વધ્યા પરંતુ LPG ગેસ સિલિન્ડરે આપ્યો લોકોને ઝટકો

જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગ્યો છે. અનલૉક 1ના પહેલા દિવસે જ્યાં પેટ્રોલ-ડીઝલે લોકોને રાહત આપી ત્યાં એલપીજી સિલિન્ડરે લોકોને તગડો ઝટકો આપ્યો છે. 1 જુલાઈએ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે સ્થિરતા રહી અને કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. રાજધાની દિલ્લીમાં પેટ્રોલ-ડીઝલની કિંમત તો ન બદલી પરંતુ સિલિન્ડરના ભાવોએ લોકોના ખિસ્સા પર બોજ વધારી દીધો છે.

ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

1 જુલાઈએ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કોઈ ફેરફાર થયો નથી. સતત બીજા દિવસે પેટ્રોલ અન ડીઝલના વધતા ભાવોથી લોકોને રાહત મળી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં બુધવારે કોઈ ફેરફાર નથી થયો અને રાજધાની દિલ્લીમાં 80.43 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 80.53 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે.

LPG સિલિન્ડરના ભાવે આપ્યો ઝટકો

LPG સિલિન્ડરના ભાવે આપ્યો ઝટકો

જ્યાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આવેલી સ્થિરતાએ લોકોને રાહત આપી ત્યાં જુલાઈ મહિનાના પહેલા જ દિવસે આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. આજથી એલપીજી સિલિન્ડરના ભાવોમાં વધારો થઈ ગયો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઈ 2020થી સબસિડી વિનાના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવોમાં વધારાનુ એલાન કરી દીધુ છે. સબસિડી વિનાના ગેસ સિલિન્ડર દિલ્લીમાં આજથી 1 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થઈ ગયુ છે. જ્યારે કોલકત્તામાં 4 રૂપિયા, મુંબઈમાં 3.50 રૂપિયા અને ચેન્નઈમાં 4 રૂપિયા મોંઘો થઈ ગયો છે.

જાણો કેટલો વધ્યો

તમારા ખિસ્સા પર બોજ 1 જુલાઈથી 14.2 કિલોગ્રામવાળા સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરમાં 1 રૂપિયાનો વધારો થઈ ગયો છે. એટલે કે આજથી દિલ્લીમાં સિલિન્ડર 594 રૂપિયાનુ મળશે. વળી, કોલકત્તામાં સબસિડી વિનાના સિલિન્ડરના ભાવ 4 રૂપિયા, મુંબઈમાં 3.50 રૂપિયા અને ચેન્નઈમાં 4 રૂપિયા વધી ગયા છે. કોલકત્તામાં હવે 14.2 કિલોવાળા સબસિડી વિનાના સિલિન્ડરના ભાવ વધીને 620.50 રૂપિયા થઈ ગયા, મુંબઈમાં સિલિન્ડર આજથી 594 રૂપિયાનુ મળશે. વળી, ચેન્નઈમમાં ગેસ સિલિન્ડર 610.50 રૂપિયાનુ મળશે. જો કે થોડી રાહતની વાત છે કે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં 19 કિલોવાળા સિલિન્ડર હવે 1135 રૂપિયાના મળશે.

<strong>ત્રા</strong>લમાં ફરીથી સુરક્ષાબળો-આતંકવાદી વચ્ચે અથડામણ, 6 મહિનામાં 128 આતંકવાદીઓનો સફાયોત્રાલમાં ફરીથી સુરક્ષાબળો-આતંકવાદી વચ્ચે અથડામણ, 6 મહિનામાં 128 આતંકવાદીઓનો સફાયો

English summary
No change in petrol-diesel price, but LPG Cylinder Prices Raised on 1st Day on Unlock 2.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X