આઠ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર, કોઈ બદલાવ નહિ
આઠ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર, કોઈ બદલાવ નહિ
બુધવારે 27મી ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી. દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત જોવા મળશે. જણાવી દઈએ કે આઈઓસીએલથી મળેલી જાણકારી મુજબ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. જી હાં, જ્યારે આ પણ હકિકત છે કે પાછલા આઠ દિવસથી દેશના લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ મંગળવારે ક્રૂડ ઓઈલના ભાવમાં કટૌતી જોવા મળ્યા બાદ ભાવમાં રાહત જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.

ઇંડિયન ઓઇલની વેબસાઈટ મુજબ 26મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.66 રૂપિયા પ્રતિ લીટરે છે. ડીઝલની કિંમતમાં 66.92 રૂપિયા પ્રતિ લીટર જ રહેશે. જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત મંગળવારે 77.24 રૂપિયા પ્રતિ લીટર રહેશે. જ્યારે ડીઝલના ભાવ 70.05 રૂપિયા પ્રતિ લીટર રહેશે.
આવી રીતે જ કોલકાતામાં પેટ્રોલ 73.71 રૂપિયા અને ડીઝલ 68.66 રૂપિયા પ્રતિ લીટરે, બેંગ્લોરમાં પેટ્રોલ 73.99 અને ડીઝલ 69.09 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જો કે દિલ્હી-એનસીઆર સ્થિત નોયડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં પેટ્રોલ ક્રમશઃ 71.26 રૂપિયા, 71.13 રૂપિયા, 72.23 રૂપિયા અને 72 રૂપિયા પ્રતિ લીટર રહ્યું. જ્યારે અમદાવાદમાં આજે પેટ્રોલ 69.08 અને ડીઝલ 69.95 રૂપિયા પ્રતિ લીટર રહ્યું.
આ પણ વાંચો- જમ્મુ અને કાશ્મીરઃ શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ












Click it and Unblock the Notifications
