જમ્મુ અને કાશ્મીરઃ શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ
શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ
શ્રીનગરઃ મંગળવારે ભારતીય વાયુસેનાએ સેનાએ પુલવામા હુમલાનો બદલો લેતા બાલાકોટમાં ઘુસીને આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ પર બોમ્બ વર્સાવ્યા. અંદાજીત 1000 કિલો જેટલા બોમ્બ વર્સાવ્યા. જ્યારે ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહી બાદથી ન માત્ર પાકિસ્તાન બલકે આતંકવાદીઓ પણ ગભરાયા છે.

જમ્મુ અને કાશ્મીરમાં બુધવારે આથંકવાદીઓ અને સુરક્ષદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ મુઠભેડ શોપિયાના મેમરેન્ડ વિસ્તામાં ચાલી રહી છે. સેનાના 23 PARA, CRPF અને SOGની સંયુક્ત ટીમે સવારે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે બાદથી આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કરવું શરૂ કરી દીધું. સેનાએ જવાબી હુમલો કર્યો.
ઉલ્લેખનીય છે કે ભારતે પુલવામા હુમલાનો બદલો લેવા માટે બાલાકોટથી લઈ મુઝફ્ફરાબાદ સુધી જૈશના ટેરર કેમ્પો પર બોમ્બમારો કર્યો. આતંકના અડ્ડા પર બોંબ વર્ષા માટે મિરાજ-2000ના 12 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે હજુ સુધી એકેય આતંકવાદીઓ ઠાર મરાયા હોવાના અહેવાલ મળ્યા નથી.
આ પણ વાંચો- ચીનમાં સુષ્મા સ્વરાજ, 'વધુ એક હુમલાની તૈયારીમાં હતો જૈશ એટલે એરસ્ટ્રાઈક કરી'












Click it and Unblock the Notifications
