ભારતનું રેટિંગ ઘટાડવાનું કોઇ ઠોસ કારણ નથી : રંગરાજન

c-rangrajan
નવી દિલ્હી, 4 નવેમ્બર : વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન સી રંગરાજને જણાવ્યું કે ભારતની સાખની રેટિંગ ઘડાટવાનું કોઇ નક્કર કારણ નથી. વૈશ્વિક એજન્સીઓએ રેટિંગના સંબંધમાં કોઇ પણ નિર્ણય લેતા પહેલા વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

રંગરાજને જણાવ્યું કે "રેટિંગ એઁજન્સીઓએ એ હકીકતને ધ્યાનમાં લેવાની પણ જરૂર છે કે અમે તાજેતરમાં કેટલાક કડક પગલાં ભર્યાં છે. આથી જ મારો વિશ્વાસ છે કે ભારતનું રેટિંગ ધટાડવા માટે રેટિંગ એજન્સીઓ માટે કોઇ મજબૂત આધાર નથી."

તેમણે જણાવ્યું કે રેટિંગ એજન્સીઓએ દુનિયાભરમાં શું થઇ રહ્યું છે તે સંદર્ભમાં ભારતની સ્થિતિનું આકલન કરવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે રેટિંગ એજન્સીઓના દ્રષ્ટિકોણમાં ચોક્કસ પરિવર્તન આવશે.

ઉલ્લેખનીય છે કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ જેવી રેટિંગ એજન્સીઓએ ચેતવણી આપી છે કે જો ભારત જરૂરી આર્થિક સુધારા માટે યોગ્ય પગલાં લેશે નહીં તો 24 મહિનામાં ભારતનું રેટિંગ ઘટાડી તેને જંક ગ્રેડની શ્રેણીમાં મૂકી દેશે. આ ઉપરાંત રેટિંગ એજન્સીઓએ ચાલુ વર્ષમાં ભારતની આર્થિક વૃધ્ધિના અનુમાનને પણ ઘટાડી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X