For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPFOથી પૈસા કાઢવા અને ટ્રાન્સફર કરવા એકદમ સરળ બન્યું, જાણો ડિટેલ

EPFOથી પૈસા કાઢવા અને ટ્રાન્સફર કરવા એકદમ સરળ બન્યું, જાણો ડિટેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા ઈપીએફઓ પાછલા કેટલાય વર્ષોથી પીએફ ટ્રાન્સફર અને ક્લેમ પ્રોસેસને આસાન બનાવવાને લઈ પ્રયાસ કરી રહ્યું છે. આ દિશામાં ઈપીએફઓએ વધુ એક પગલું ભર્યું છે. ઈપીએફઓએ એક નવું ઑનલાઈન ફીચર ઉમેર્યું છે, જેનાથી કર્મચારી પાછલી કંપની છોડવાની તારીખ અપડેટ કરી શકે છે. કર્મચારીઓને પીએફના પૈસા ઑનલાઈન ટ્રાન્સફર કરવા માટે ઈપીએફઓ પોર્ટલ પર નોકરી છોડવાની તારીખ બે મામલામાં અપડેટ કરવાની જરૂરત હોય છે. જેમાં જોબ બદલવા અથવા બે મહિનાથી વધુ સમયથી બેરોજગાર હોવા પર પીએફ રાશિ માટે ક્લેમ કરવું સામેલ છે. અત્યાર સુધી ઈપીએફઓના પ્લેટફોર્મ પર માત્ર એમ્પ્લોયર્સને જ કર્મચારીની નોકરી છોડવાની તારીખ અપડેટ કરવાની મંજૂરી હતી.

ઈપીએફઓની ઘણી સેવાઓ એમ્પ્લોયર પર નિર્ભર

ઈપીએફઓની ઘણી સેવાઓ એમ્પ્લોયર પર નિર્ભર

એક ઈપીએફઓ અધિકારી મુજબ ઈપીએફઓની ઘણીબધી સર્વિસ એમ્પલોયર એટલે કે કંપની પર નિર્ભર હોય છે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારી નોકરી બદલે તો એમ્પલોયર્સને બે કામ કરવાની જરૂરત છે. જૂના એમ્પલોયરને ઈપીએફઓ પોર્ટલ પર કર્મચારીની કંપની છોડવાની તારીખ અપડેટ કરવાની હોય છે. જ્યારે નવા એમ્પલોયરે નવી કંપનીમાં જોડાવવાની તારીખ અપડેટ કરવાની હોય ચે. જો નવો કે જૂનો એમ્પલોયર તારીખ અપડેટ ના કરે તો કર્મચારીની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે ઈપીએફઓના નવા ફીચરથી કર્મચારીને સુવિધા મળશે.

ધ્યાન રાખવાની વાતો

ધ્યાન રાખવાની વાતો

ઈપીએફઓની નવી સુવિધાનો ઉપયોગ કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે.. તમે જોબ છોડ્યા બાદ જ તારીખ અપડેટ કરી શકો છો. જે મહિને તમારી નોકરી છોડી તે મહિનાની કોઈપણ તારીખ હોય શકે છે. સૌથી જરૂરી વાત એ છે કે આ સર્વિસ માત્ર એવા લોકો માટે જ હશે જેમનું પોતાનું ઈપીએફ અકાઉન્ટ આધાર નંબર સાથે લિંક કર્યું છે. સાથે જ તમારો મોબાઈલ નંબર પણ આધાર સાથે લિંક હોવો જોઈએ, જેથી તમને ઓટીપી મળી શકે.

આ રહી અપડેટ કરવાની પ્રોસેસ

આ રહી અપડેટ કરવાની પ્રોસેસ

  • ઈપીએફઓ પોર્ટલ પર જઈ તમારા યૂએએન નંબર અને પાસવર્ડ સાથે લોગઈન કરો.
  • Manage પર જાઓ અને Mark Exit પર ક્લિક કરો.
  • પછી select employmentના ડ્રોપડાઉનમાં તમારા UAN સાથે જોડાયેલ પાછલા PF અકાઉન્ટ નંબર સિલેક્ટ કરો.
  • અહીં નોકરી છોડવાની તારીખ અને કારણ જણાવો.
  • અહીં ઓટીપીની રિક્વેસ્ટ કરો જે તમરા મોબાઈલ નંબર પર આવશે.
  • ઓટીપી નોંધ્યા બાદ તમારી અરજી સ્વીકારાય જશે. પરંતુ ધ્યાન રહે કે એકવાર અપડેટ કર્યા બાદ તમારી તારીખ નહિ બદલી શકો.

Union Budget 2020: આ વખતે બજેટમાં નાણામંત્રી રેલવેને આપી શકે ભેટ, આ એલાન થઈ શકેUnion Budget 2020: આ વખતે બજેટમાં નાણામંત્રી રેલવેને આપી શકે ભેટ, આ એલાન થઈ શકે

English summary
now employee can update date of leaving online on the EPFO portal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X