For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વાઇપ કરવાથી અંગ્રેજીનું ગુજરાતી કરતો ભારતનો પ્રથમ રિજનલ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 જુલાઇ : ભારતમાં સ્માર્ટફોન ખરીદતા લોકો ખચકાય છે તેના અનેક કારણો પૈકી એક કારણ ભાષા છે. ભારતમાં આજે અનેક લોકો એવા છે જેઓ સ્માર્ટફોન ખરીદવાની ક્ષમતા ધરાવે છે પરંતુ ખરીદતા નથી, કારણ કે તેઓ સ્માર્ટફોનની ભાષા અંગ્રેજીના ઉપયોગમાં સરળતા નથી અનુભવતા. આવા લોકો માટે હવે ભારતના આઇઆઇટી (IIT - ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી)ના વિદ્યાર્થીઓએ પ્રાદેશિક ભાષાના સ્માર્ટફોન લોન્ચ કરીને સ્માર્ટફોન ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.

આઇઆઇટી ગ્રેજ્યુએટ્સ દ્વારા મુંબઇમાં શરૂ કરવામાં આવેલી કંપની ફર્સ્ટટચ દ્વારા એવા ફોન લોન્ચ કરવામાં આવ્યા છે જે તેમના દાવા અનુસાર વિશ્વના સૌપ્રથમ પ્રાદેશિક સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન પ્રાદેશિક ભાષા ઉદાહરણ તરીકે ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીનો અનુવાદ અને લિપિયાંતરણ (ટ્રાન્સલેશન અને ટ્રાન્સલિટરેશન) માત્ર એક સ્વાઇપની મદદથી કરી શકે છે.

આવો ફોન ખરીદવા ઉત્સુક લોકો માટે બીજા આનંદના સમાચાર એ છે કે આ ફોન માત્ર રૂપિયા 5,999ની કિંમતમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે. જેમ કે Firstouch A10 એન્ટ્રી લેવલનો સ્માર્ટ ફોન છે. તેમાં એન્ડ્રોઇડ જેલીબિન વર્ઝન ઉપલબ્ધ છે. તેમાં 1.2 GHz CPU છે અને 4 ઇંચની સ્ક્રીન ધરાવે છે.

આ ઉપરાંત સ્માર્ટફોનનો ક્યારેય ઉપયોગ નહીં કરનારાઓ માટે પણ તેનો ઉપયોગ અત્યંત સરળ બનાવવામાં આવ્યો છે. આ માટે ખાસ પ્રકારની આઇકોન આધારિત ફર્સ્ટટચ યુઝર ઇન્ટરફેસ (Firsttouch UI) તૈયાર કરવામાં આવી છે. આ ફોનમાં તમામ બાબતો ગુજરાતીમાં વાંચી શકાય છે. વળી, કોઇએ અંગ્રેજીમાં સંદેશો મોકલ્યો તો તેને પણ માત્ર સ્વાઇપ કરીને ગુજરાતી અનુવાદ અથવા લિપિયાંતરણ મેળવી શકાય છે. આ જ રીતે બહાર મોકલવાના સંદેશ સાથે પણ કરી શકાય છે. આ ફોનની બાકીની ખૂબીઓ આ રેન્જના અન્ય એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન જેવી જ છે.

આ અંગે ફર્સ્ટટચ કંપનીના સહસ્થાપક અને સીઇઓ રાકેશ દેશમુખનું કહેવું છે કે 'અમારું સંશોધન દર્શાવે છે કે ગુજરાતીઓ નવા અખતરા કરવામાં ઝડપથી આગળ આવે છે અને તેઓ સાહસિક છે. આ ઉપરાંત અમારી પહોંચ ગુજરાતીઓ સુધી વધારે હોવાથી અમે સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં આ ફોન લોન્ચ કરવાનો નિર્ણય લીધો. હવે પછી અમે હિન્દી અને મરાઠી ભાષામાં સ્માર્ટ ફોન તૈયાર કરવા માંગીએ છીએ.'

અન્ય કયા આકર્ષણો છે આ રિજનલ સ્માર્ટફોનમાં તે આવો સ્લાઇડ્સમાં જાણીએ...

1

1

ત્રણ આઇઆઇટી ગ્રેજ્યુએટ્સ સુધીર બંગારામબંદી, રાકેશ દેશમુખ અને આકાશ ડોંગરેએ સાથે મળીને 'માત્રા કિબોર્ડ' ડેવલપ કર્યું છે. જે માત્ર એક સ્વાઇપની મદદથી અંગ્રેજીમાંથી વિવિધ ભારતીય ભાષાઓમાં અનુંવાદ અને લિપિયાંતર કરી શકે છે.

2

2

ગુજરાતમાં આ મહિનાથી સૌપ્રથમ રાજકોટમાં આ પ્રાદેશિક ભાષાનો સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

3

3

વર્ચ્યુઅલ કી બોર્ડમાં 48 કી છે. તેનું ડિફોલ્ટ કી બોર્ડ અંગ્રેજી છે. વિવિધ ભાષાઓ માટે તેમણે કી બોર્ડની કી ગોઠવણીમાં કોઇ ફેરફાર કર્યો નથી.

4

4

કંપની વર્ષ 2015 સુધીમાં ભારતની અગ્રણી પ્રાદેશિક ભાષામાં સ્માર્ટફોન લોન્ચ કરવાનો ટાર્ગેટ રાખી રહી છે. આવતા એક વર્ષમાં કંપની રૂપિયા 3,500થી રૂપિયા 12,5000ની કિંમત વચ્ચે 10 નવા મોડેલ લોન્ચ કરવાનું ધારે છે.

5

5

Firstouch A10 એન્ટ્રી લેવલનો સ્માર્ટ ફોન છે. તેમાં એન્ડ્રોઇડ જેલીબિન વર્ઝન ઉપલબ્ધ છે. તેમાં 1.2 GHz CPU છે અને 4 ઇંચની સ્ક્રીન ધરાવે છે.

6

6

2 એમપી પ્રાઇમરી કેમેરા વિથ ફ્લેશ, 0.3 એમપી ફ્રન્ટ કેમેરા

7

7

512 એમબી રેમ, 4જીબી રોમ, એક્પાન્ડેબલ મેમરી 32 જીબી

8

8

ડ્યુઅલ સિમ, 1300 એમએએચ બેટરી, બ્લેક એન્ડ વ્હાઇટ રંગમાં ઉપલબ્ધ

9

આ છે વીડિયો

ડ્યુઅલ સિમ, 1300 એમએએચ બેટરી

English summary
Now Gujarati smartphone that translates English to Gujarati with swipe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X