For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાઈવેટ કર્મચારીઓ માટે ખુશખબર, પીએફમાં હવે નહિ થઈ શકે ગડબડ

પ્રાઈવેટ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ માટે ઈપીએફઓ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને મોટુ પગલુ લીધુ છે.

|
Google Oneindia Gujarati News

પ્રાઈવેટ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ માટે ઈપીએફઓ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને મોટુ પગલુ લીધુ છે. હવે જો તમારા પીએફ ખાતામાં તમારી કંપની પૈસા જમા નથી કરાવતી તો તેની જાણકારી તમને સીધેસીધી મળી જશે. આ માટે ઈપીએફઓએ નવી વ્યવસ્થા કરી છે, જે અનુસાર જો તમારો પીએફ સમયસર જમા નથી થયો તો તમને આની જાણકારી મળશે. આ વ્યવસ્થા બાદ કર્મચારીઓને ઘણી સરળતા રહેશે.

epf

હાલના સમયમાં ઈપીએફઓ માત્ર એવા જ કર્ચારીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાવે છે જેઓ રજિસ્ટર્ડ ખાતાધારકો છે. ઈપીએફઓએ નિવેદન જારી કરીને કહ્યું છે કે જે સભ્યોના ખાતામાં ફંડ જમા નહોતુ થતુ તેમને આની સૂચના નહોતી મળી શકતી, માટે અમે આ સિસ્ટમમાં પારદર્શકતા લાવવા માટે આ પગલુ લીધુ છે. આ સિસ્ટમના પગલે કર્મચારીઓને સીધી જ એ વાતની જાણકારી મળશે કે તેમના ખાતામાં પીએફનું ફંડ જમા કરવામાં આવા છે કે નહિ.
ઈપીએફઓ તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે કે બધા સભ્યોને તેમના ખાતામાં જમા થતા પીએફ ફંડની જાણકારી ઓનલાઈન, ઈ પાસબુક અને ઉમંગ મોબાઈલ એપ ઉપરાંત મિસ કોલ સેવા દ્વારા પણ ઉપલબ્ધ કરાવામાં આવશે. વળી ઈપીએફઓ દરેક ઉંમરના નવા સભ્યોની પણ જાણકારી પ્રકાશિત કરશે. આ જાણકારી કંપની તરફથી ઉપલબ્ધ કરાવાયેલી જાણકારી પર આધારિત હશે જેને ઓનલાઈન જોઈ શકાશે. ઈપીએફઓના 5 કરોડથી વધુ સભ્યો છે.

English summary
now private employees will get the pf detail directly from epfo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X