For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઇન્ટરવ્યૂ વિના સરકારી નોકરી મળશે

સરકારી નોકરીઓ માટેના ઇન્ટરવ્યુ પર વારંવાર પક્ષપાતનો આરોપ મૂકવામાં આવે છે. આવી સ્થિતિમાં આંધ્રપ્રદેશે એક મોટી પહેલ કરી છે.

|
Google Oneindia Gujarati News

સરકારી નોકરીઓ માટેના ઇન્ટરવ્યુ પર વારંવાર પક્ષપાતનો આરોપ મૂકવામાં આવે છે. આવી સ્થિતિમાં આંધ્રપ્રદેશે એક મોટી પહેલ કરી છે. આ અંતર્ગત, આંધ્રપ્રદેશમાં સરકારી નોકરીઓની ભરતી માટે માત્ર લેખિત પરીક્ષા હશે. આ પછી લીધેલા ઇન્ટરવ્યુ માટેની પ્રક્રિયા સમાપ્ત કરવામાં આવી છે. આથી ભરતીમાં ભેદભાવ અટકશે અને ભરતીની પ્રોસેસ પણ ઝડપી બનશે.

job

મુખ્યમંત્રી કાર્યાલયએ જારી કરી રિલીઝ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક રિલીઝ જારી કરવામાં આવી છે. આ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી વાય.એસ.જગમોહન રેડ્ડીએ ભરતી પ્રક્રિયામાંથી પર્સનલ ઇન્ટરવ્યૂને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે આંધ્રપ્રદેશ જાહેર સેવા આયોગને ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સલામત બનાવવા જણાવ્યું છે. ગુરુવારે, જગન મોહન રેડ્ડીએ ખાલી સરકારી જગ્યાઓ પર ભરતી માટે સૂચિત વાર્ષિક ભરતી કેલેન્ડર પર રિવ્યૂ બેઠક યોજી હતી.

ઘોષણા કરી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ગયા મહિને જાહેરાત કરી હતી કે હવેથી તમામ સરકારી હોદ્દા પર ભરતી માટેની તમામ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે. આ વિશે ભરતીઓની લિસ્ટિંગ માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. હાલમાં સરકારની પ્રાધાન્યતા ઇમરજન્સી સિટિઝન્સ સર્વિસીસ વાળા વિભાગની ભરતી માટે તૈયારી કરવાની છે.

ઇન્ટરવ્યુમાં લાગે છે પક્ષપાતનાં આક્ષેપો

સરકારી નોકરીઓ માટેના ઇન્ટરવ્યુ પર વારંવાર પક્ષપાતનો આરોપ મૂકવામાં આવે છે. ઘણી વખત લેખિત પરીક્ષામાં ઓછો નંબર મેળવવામાં ઇન્ટરવ્યૂમાં ખૂબ સારા નંબર આવે છે. આ સિસ્ટમ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. આવી સ્થિતિમાં, ઇન્ટરવ્યૂ સમાપ્ત કરવાનો લાભ આ રાજ્યમાં સરકારી નોકરી મેળવનારાઓને મળશે.

આ પણ વાંચો: આગામી 13 દિવસમાં 6 દિવસ બેંકો બંધ રહેશે, દિવાળી પહેલા કરી લો વ્યવસ્થા

English summary
Now you will get a government job without interview
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X