For Daily Alerts
એનએસઇ નિફ્ટી 12 પોઇન્ટ વધીને ખૂલ્યો
મુંબઇ, 4 ઑક્ટોબર : નેશનલ સ્ટૉક એક્સચેન્જનો બેંચમાર્ક નિફ્ટી આજે સવારના સેશનમાં મર્યાદિત શેરોમાં લેવાલીને કારણે સામાન્ય 12 પોઇન્ટ વધીને ટ્રેડ થઇ રહ્યો હતો.
તાજેતરમાં માર્કેટમાં જોવા મળેલી તેજી બાદ આજે માર્કેટમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં જોવા મળેલી અનિશ્ચતતા અને માર્કેટમાં તેજી લાવવા કોઇ ખાસ પરિબળ ન હોવાથી બેંચમાર્ક સામાન્ય વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો છે.
આજે સવારે નિફ્ટિ 0.22 ટકા એટલે કે 12.45 પોઇન્ટના વધારા સાથે 5,731.25 પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સમયે ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા, એફએમસીજી, સિમેન્ટ અને મેટલ સ્ટોક્સમાં આકર્ષણ રહ્યું હતું.