For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય કંપનીઓના ટોચના હોદ્દાઓ પર મહિલાઓની સંખ્યા ઓછી

|
Google Oneindia Gujarati News

women
નવી દિલ્હી, 24 મે : ઇન્ડિયન કંપનીઓમાં ટોપ પોઝિશન ઉપર ખૂબ ઓછી મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા એક નવા સર્વેમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે. ભારતીય કંપનીઓમાં આશરે 90 ટકા મહિલાઓ લીડરશિપ રોલમાં આવવાની ઇચ્છા ધરાવે છે.

રેડસ્ટેડ ઇન્ડિયાના વર્ક મોનિટર સર્વેના જણાવ્યા મુજબ, સર્વેમાં સામેલ થનાર 76 ટકા લોકોનું માનવું છે કે તેમની સંસ્થાઓમાં ટોચના હોદ્દાઓ ઉપર મહિલાઓની સંખ્યા ઓછી છે. અલબત્ત, 89 ટકા મહિલાઓ લીડરશિપ ભૂમિકામાં આવવાની ઇચ્છા ધરાવે છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા 80 ટકા લોકોએ કહ્યું છે કે ભારતમાં લીડરશિપ પોઝિશન ઉપર મહિલાઓની સરખામણીએ પુરુષો વધારે છે.

ભારતમાં સર્વેમાં સામેલ એવા લોકોની સંખ્યા દુનિયાના બાકી દેશોની સરખામણીમાં વધારે છે, જે માને છે કે ટોચના હોદ્દાઓ ઉપર અથવા તો 76 ટકા હોદ્દાઓ ઉપર પૂરતી મહિલાઓ નથી. રેડસ્ટેટ ઇન્ડિયાના એમડી અને સીઇઓ ઇ બાલાજીએ સર્વેના પરિણામ અંગે કહ્યું છે કે જેન્ડર ડાઇવરસિટી બિઝનેસ માટે જરૂરી છે. અભ્યાસમાં આ બાબત પણ સાબિત કરવામાં આવી ચૂકી છે. આનાથી ગવર્નન્સની પ્રક્રિયા ખૂબ સારી રહે છે. કંપની અને કર્મચારીઓના ગ્રોથમાં પણ વધારો થાય છે.

જ્યારે 91 ટકા ભારતીય કર્મચારીઓએ સંકેત આપ્યો છે કે હાઇ લીડરશિપને લઇને પુરુષો 92 ટકા અને 89 ટકા મહિલાઓની ઇચ્છા વચ્ચે ખૂબ ઓછું અંતર છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે કંપનીઓ લીડરશિપ પોઝિશન ઉપર મહિલાઓને પ્રમોટ કરે તે જરૂરી છે. 75 ટકા ભારતીય કર્મચારીઓ મહિલા ક્વોટાને જરૂરી માને છે. અલબત્ત આ અંગે નિષ્ણાતોની જુદી જુદી પ્રતિક્રિયાઓ છે.

બાલાજીનું કહેવું છે કે ભારતીય કર્મચારીઓએ લીડરશિપ પોઝિશન ઉપર પ્રમોટ કરવા માટે ક્વોટા વ્યવસ્થાની વાત કરી છે, જે ખૂબ જ સારી છે. અલબત્ત આ સમજવાની જરૂર છે કે ક્વોટા એક પ્રકારની વ્યવસ્થા હોઇ શકે છે.

English summary
Number of women less in top positions in Indian companies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X