ઓઇલ સેક્ટરમાં સુધારાને પગલે ઓઇલ શેર્સમાં 7 ટકાની વૃદ્ધિ
મુંબઇ, 21 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં ઇંધણ ક્ષેત્રના સુધારાને પગલે ઓઇલ સેક્ટરની કંપનીઓ જેવી કે બીપીસીએલ, એચપીસીએલ અને ઓઇસી સહિતની સરકાર માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરોના ભાવમાં આજે 7.3 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.
સરકાર દ્વારા ડીઝલના ભાવોને અંકુશમુક્ત કરવામાં આવ્યા હોવાથી આ કંપનીઓ પરના સબસિડી બોજમાં ઘટાડો થવાની આશાએ શેર્સમાં તેજી જોવા મળી હતી. બીએસઇમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરનો ભાવ 7.28 ટકા ઊછળીને રૂપિયા 526.95૫એ બંધ રહ્યો હતો. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરનો ભાવ 4.57 ટકા વધીને રૂપિયા 696.55એ બંધ આવ્યો હતો.

આઇઓસીના શેરનો ભાવ 3.84 ટકા વધીને રૂપિયા 379.60 થયો હતો. બીજા ઓઇલ અને ગેસ શેરોમાં પણ આકર્ષણ હતું. ઓએનજીસી 5.44 ટકા, પેટ્રોનેટ એલએનજી 3.69 ટકા, ગેઇલ 2.41 ટકા અને ઓઇલ 1.39 ટકા વધ્યો હતો.












Click it and Unblock the Notifications
