For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50 વર્ષ જૂની નોટો અને સિક્કાઓથી તમે થઇ જશો માલામાલ

તમારા માટે એક સારા સમાચાર છે. તમે ઘરે બેઠા માલામાલ થઇ શકો છો. જી હા, જો તમારી પાસે પણ જૂની નોટ છે, તો તમે તેનાથી હજારો અને લાખો રૂપિયા પણ કમાઈ શકો છો.

|
Google Oneindia Gujarati News

તમારા માટે એક સારા સમાચાર છે. તમે ઘરે બેઠા માલામાલ થઇ શકો છો. જી હા, જો તમારી પાસે પણ જૂની નોટ છે, તો તમે તેનાથી હજારો અને લાખો રૂપિયા પણ કમાઈ શકો છો. ઈ-કૉમર્સ સાઇટ ઇબે પર 1969 માં છપાયેલી એક રૂપિયાની નોટની 699 ડૉલર એટલે કે લગભગ 51 હજાર રૂપિયામાં નીલામ થઈ રહી છે.

આ પણ વાંચો: 660,000 સિક્કાઓ આપી ખરીદી કાર

આ પ્રકારની એન્ટિક અને રેયર નોટો અને સિક્કાઓ એકત્રિત કરનારા લોકો તેને મોટા કિંમતે ખરીદે છે. આ સાઈટ પર ઘણી વખત જૂની ભારતીય નોટો અને સિક્કા ખૂબ વધુ ભાવમાં વેચાઈ છે. આવા કિસ્સામાં જો તમારી પાસે જૂની દુર્લભ નોટ અથવા સિક્કા છે, તો તમે તેનાથી લાખો કમાઇ શકો છો.

100 રૂપિયાની 41 વર્ષ જૂની નોટ

100 રૂપિયાની 41 વર્ષ જૂની નોટ

આ નોટ માટેની પ્રારંભિક બોલી 100 ડોલર એટલે કે 7300 રૂપિયા લગાવી છે. જેની કિંમત 70 ગણાથી પણ વધુ વધી ગઈ છે.

બે રૂપિયાની નોટ- જણાવી દઈએ કે બે રૂપિયાની નોટ 19.99 ડોલર એટલે કે 1460 રૂપિયામાં નીલામ થઇ રહી છે.

10 રૂપિયાની નોટ- એસ વેંકટરમન દ્વારા હસ્તાક્ષર કરાયેલ આ નોટ 2190 રૂપિયામાં મળી રહી છે. તેના શિપિંગ ચાર્જ વધારાના 20 ડોલર એટલે કે 1460 રૂપિયા છે.

સિક્કા પણ થઇ રહ્યા છે નીલામ

સિક્કા પણ થઇ રહ્યા છે નીલામ

બીજી તરફ સિક્કા પણ મોટી કિંમતોમાં થઇ રહ્યા છે નીલામ.

એક રૂપિયાનો સિક્કો- વર્ષ 1981 અને 1982ના એક એક રૂપિયાના સિક્કાઓની કિંમત 1241 રૂપિયા લગાવામાં આવી છે.તેમાં શિપિંગ ચાર્જ 1095 રૂપિયા લાગશે.

જુના સિક્કા અને દસની નોટ- જણાવી દઈએ કે 1917 નો એક પૈસો, 1945 નો એક પૈસા સહીત ઘણા જુના સિક્કાઓ અને એક દસની નોટની કિંમત 1900 રૂપિયા લગાવામાં આવી છે.

સિક્કાઓથી શણગારેલ જ્વેલરી

સિક્કાઓથી શણગારેલ જ્વેલરી

તમને જણાવી દઈએ કે આમાં સિક્કાઓથી બનેલી જ્વેલરી પણ સામેલ છે. મૂંગે અને જુના સિક્કાઓથી શણગારેલ રાજસ્થાની ગળાનો હાર 14,235 રૂપિયામાં નીલામ થઇ રહ્યો છે. આ નીલામી અમેરિકાથી કરવામાં આવી રહી છે.

માત્ર આ જ નહીં પાંચ રૂપિયા અને બે રૂપિયાની નોટોની થપ્પીઓ પણ 1900 રૂપિયા અને 2200 રૂપિયા સુધીમાં નીલામ થઇ રહી છે. તાજેતરમાં બંધ થયેલ પાંચસોની નોટો પણ આ નીલામીમાં સામેલ છે.

English summary
Old Indian Currency Selling On High Rates On Ebay
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X