બે વર્ષમાં ભારતનું રેટિંગ ઘટવાની શક્યતા 3માંથી એક : s&p

s-and-p
મુંબઇ, 10 ઑક્ટોબર : ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર (એસ એન્ડ પી)એ આજે જણાવ્યું છે કે આવનારા બે વર્ષમાં ભારતનું રેટિંગ ઘટવાની શક્યતા 3માંથી એક વાર જેટલી છે.

એસ એન્ડ પીના એનાલિસ્ટ તકાહિરા ઑગાવા અને એલેના ઑકોરોચેન્કૉએ આજે જાહેર કરેલી એક નોંધમાં જણાવ્યું છે કે "આવનારા 24 મહિનાઓમાં ભારતનું રેટિંગ ઘટવાની શક્યતા ઓછામાં ઓછી ત્રણમાંથી એકવાર જેટલી છે."

test

એસ એન્ડ પીએ સકારાત્મક બાબત અંગે જણાવ્યું કે તાજેતર ખાસ કરીને છેલ્લા ત્રણ સપ્તાહમાં સરકારે આર્થિક સુધારણાના જ પગલાં લીધા છે તેના કારણે સ્થિતિમાં સુધારો થઇ શકે છે. જો સરકાર નાણાકીય ખાધ ઓછી કરવામાં સફળ રહી અને રોકાણનું વાતાવરણ સુધારી વૃધ્ધિદર પાછો મેળવવામાં સફળ રહેશે તો ભારતની સ્થિતિ સ્થિરતા તરફ આગળ વધશે એમ કહી શકાય.

asas
આ સાથે ભારતનો વૃધ્ધિદર ઘટાડી શકે તેવા પરિબળોમાં બાહ્ય દબાણ, દેશમાં રાજકીય સ્થિતિ ડહોળાઇ જવી અને આર્થિક સુધારાની નબળી ગતિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X