ડુંગળીની ડબલ સેન્ચુરી, બેંગ્લોરમાં શરૂ થઈ છાપેમારી!
ખારા આંસુએ રડાવતી ડુંગળી રહેમ કરવાનું નામ નથી લેતી. બેંગ્લોરમાં ડુંગળીના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. દેશમાં સતત વરસાદના કારણે ડુંગળીના ઉત્પાદન પર અસર પડી છે અને ઓછી આવકના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. અધિકારીઓ જણાવી રહ્યા છે કે રાજ્યમાં ડુંગળીના ભાવો 200 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયા છે તો પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,500 થી 14,000ની વચ્ચે છે. બીજી તરફ અધિકારીઓ ડુંગળીના આટલા જ ભાવ જાન્યુઆરી મહિના સુધી રહેશે તેમ જણાવી રહ્યા છે.
ભારતમાં 50 ટકા ડુંગળી બગડી ગઈ છે.
ભારતમાં વર્ષે 150 લાખ મેટ્રિક ટન ડુંગળીની જરૂર પડે છે. કર્ણાટકમાં 20.19 લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. ઉત્પાદન અને નુકસાન જોઈએ તો તો આ વખતે ડુંગળીનો આશરે 50 ટકા પાક નિષ્ફળ ગયો છે. કર્ણાટકના બજારોમાં નવેમ્બરમાં એક દિવસમાં 60-70 ક્વિન્ટલ ડુંગળી આવતી હતી જે ડિસેમ્બરમાં 50 ટકા ઓછી થઈ ગઈ.
ડુંગળીનો મર્યાદીત જથ્થો જ વધ્યો છે.
સ્થાનિક સરકારી અધિકારીઓ અનુસાર જથ્થાબંધ વેપારીઓ અને રિટેલરો પાસે વધારે સ્ટોક નથી. બીજી તરફ કર્ણાટકમાં ડુંગળી સંગ્રહ કરવાની સુવિધા સારી નથી. જેને લઈને હવે કર્ણાટકના ફૂડ અને નાગરિક પુરવઠા વિભાગે સંગ્રખોરો સાથે કાર્યલાહી કરતા દરોડા શરૂ કર્યા છે.
નાગરિકતા સંશોધન બિલ પર આ 8 ભ્રામક વાતો, સરકારે આપ્યો જવાબ