For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OPECના દાવથી તેલની કિંમતો ઘટી

|
Google Oneindia Gujarati News

સોમવારે ડોમેસ્ટિક માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. કારણ કે રોકાણકારો અને સટોડિયાઓએ એનર્જી કોમોડિટીની સ્થિતિ અંગે ભારે ઉત્સુકતા દર્શાવી હતી. વિદેશના બજારોમાં છેલ્લા એક સપ્તાહમાં નબળા રહેલા ઓઇલ શેર્સમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC), જે વિશ્વમાં 40 ટકા પુરવઠો પુરો પાડે છે, દ્વારા તેલના ઉત્પાદનમાં કોઇ કાપ નહીં મૂકવાની વાત કરતા આ સ્થિતિ સર્જાઇ હતી.

OPECના તેલ ઉત્પાદકો જેવા કે સાઉદી અરેબિયા, યુએસ ઓઇલ પ્રોડક્શન સામે માર્કેટ શેરમાં ટકી રહેવા માટે તેલની કિંમતો ઘટાડી રહ્યું છે. કુવેતના તેલ પ્રધાને ચેતવણી આપી છે કે 27 નવેમ્બરે વિયેનામાં યોજાનારી OPECની બેઠકમાં કોઇ પણ પ્રકારના ઉત્પાદન કાપને મંજુર રાખવામાં આવશે નહીં.

personal-finance-investment-12

આ ઉપરાંત લિબિયા તેના બે ઓઇલ ફિલ્ડમાંથી આવનારા દિવસોમાં ઉત્પાદન શરૂ કરશે જેના કારણે વૈશ્વિક સ્તરે તેલનો પુરવઠો વધશે. વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર ચીનમાં નિકાસ ધીમી રીતે આગળ વધતા તેલની માંગ પણ ઘટી છે. સપ્ટેમ્બર 2014માં 15.3 ટકાના નિકાસ સામે ઓક્ટોબર 2014માં 11.6 ટકા રહી હતી.

આ કારણે ફ્યુચર માર્કેટમાં ઓઇલ શેર્સના ભાવ ઘટ્યા છે. એમસીએક્સમાં નવેમ્બર 2014 કોન્ટ્રાક્ટ માટે ક્રુડ ઓઇલ ફ્યુચર રૂ્પિયા 4,783 પ્રતિ બેરલ છે. જેમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

English summary
OPEC Bets Drag Down Oil Prices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X