For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે જ દીકરીના નામે ખોલાવો આ બેંક અકાઉન્ટ, 21 વર્ષ પૂરા થતાં મેળવો 64 લાખ રૂપિયા

આજે અમે તમને આવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં રોકાણ કરવુ તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 27 ડિસેમ્બરે Daughter's Day મનાવવામાં આવે છે. આ પ્રસંગે ઘણા માતાપિતા પોતાની દીકરીઓને ગિફ્ટ આપે છે પરંતુ આર્થિક રીતે દીકરીઓનુ ભવિષ્ય સુરક્ષિત કરવાની વાત થાય તો તેનાથી મોટી ગિફ્ટ તેમના માટે શું હોઈ શકે. માતાપિતા તરીકે આર્થિક રીતે દીકરીઓનુ ભવિષ્ય સુરક્ષિત કરવુ તમારી જવાબદારી છે અને આજના સમયમાં તે ઘણુ જરૂરી પણ છે. ડૉટર્સ વીકના પ્રસંગે આજે અમે તમને આવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં રોકાણ કરવાથી તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ મળી શકે છે.

ઉચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચા થશે પૂરા

ઉચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચા થશે પૂરા

ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme 2020) વિશે તો તમે સાંભળ્યુ જ હશે. ડૉટર્સ વીક પર આ યોજના તમારી દીકરી માટે સૌથી સારી ગિફ્ટ સાબિત થશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને પરિવારજનો પોતાની દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચાને આરામથી પૂરા કરી શકે છે.

15 વર્ષ સુધી કરવાનુ રહેશે રોકાણ

15 વર્ષ સુધી કરવાનુ રહેશે રોકાણ

આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે દીકરીની 21 વર્ષની ઉંમર પૂરી થયા બાદ જ રિટર્ન મેળવી શકાશે. જો માતાપિતા દીકરીની ઓછી ઉંમરમાં જ રોકાણ કરવાનુ શરૂ કરી દે તો તેને માત્ર 15 વર્ષ સુધી રોકાણ કરવુ પડશે. દીકરીના 21 વર્ષ પૂરા થવા સુધી તમને 64 લાખ રૂપિયા સુધીનુ રિટર્ન મળી શકે છે. આવો જાણીએ કેવી ઉઠાવી શકો છો આ સ્કીમનો લાભ.

ગેરેન્ટી મળશે લાભ

ગેરેન્ટી મળશે લાભ

તમને જણાવી દઈએ કે દેશની પોસ્ટ ઑફિસ અને બેંકોમાં દીકરીઓ માટે રોકાણની એક ખાસ યોજના સુકન્યા સમૃદ્ધિ ખાતાની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ સરકારે હવે પાત્રતા માનદંડોમાં કંઈક આપવાનુ એલાન કર્યુ છે. યોજનાની રસપ્રદ વાત એ છે કે આમાં ગેરેન્ટીડ લાભ મળે છે. આ યોજનામાં દીકરીની ઓછી ઉંમરમાં જ રોકાણ શરૂ કરવાનો વધુ લાભ મળે છે. આ સ્કીમમાં 15 વર્ષ સુધી રોકાણ કરવામાં આવી શકે છે.

કેટલી રકમ રોકી શકો

કેટલી રકમ રોકી શકો

સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 15 વર્ષ સુધી રોકાણ કર્યા બાદ દીકરીની 21 વર્ષની ઉંમર સુધી 64 લાખ રૂપિયા ફંડ મેળવી શકાય છે. સરકારી દિશા-નિર્દેશો મુજબ એક નાણાકીય વર્ષ દરમિયાન આ અકાઉન્ટમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. વળી ઓછામાં ઓછા 250 રૂપિયા સુધી જમા કરી શકાય છે. જો કે કોઈ વ્યક્તિ ખાતામાં 1.5 લાખથી વધુ જમા કરાવે તો તેના પર વ્યાજ નહિ મળે. આ રકમને જમાકર્તાના ખાતામાં પાછી આપી દેવામાં આવશે.

યોજના હેઠળ કેટલુ મળે છે વ્યાજ

યોજના હેઠળ કેટલુ મળે છે વ્યાજ

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતામાં 7.6 ટકાના દરથી વ્યાજ મળે છે. ખાતુ ખોલવા સમયે જે વ્યાજ દર રહે છે એ જ દરથી મેચ્યોરિટી થવા સુધી વ્યાજ મળે છે. તમને જણાવી દઈએ કે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટે મળતા વ્યાજના દરોમાં હાલમાં સરકારે કોઈ ફેરફાર કર્યા નથી. પોસ્ટ ઑફિસ સેવિંગ્ઝ અકાઉન્ટ સહિત બધા સ્મૉલ સેવિંગ્ઝ સ્કીમમાં પહેલા જેવુ જ વ્યાજ આપવામાં આવી રહ્યુ છે.

કેવી રીતે ખોલાવશો દીકરી માટે બેંક ખાતુ

કેવી રીતે ખોલાવશો દીકરી માટે બેંક ખાતુ

ખાતુ ખોલાવવા માટે માતાપિતાએ પોસ્ટ ઑફિસ કે બેંકમાં એક સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ફૉર્મ ભરવાનુ રહેશે. આમાં બાળકીનુ જન્મ પ્રમાણપત્ર, જમાકર્તા(માતાપિતા)નુ ઓળખપત્ર જેવા કે પાનકાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વિજળી બિલ, ટેલીફોન બિલ આપવામાં આવી શકે છે. નેટ બેંકિંગ દ્વારા પણ ખાતામાં પૈસા જમા કરવામાં આવી શકે છે. એટલા માટે તમને પોસ્ટ ઑફિસ કે બેંક તરફથી પાસબુક પણ આપવામાં આવશે.

વાંધાજનક સ્થિતિમાં પકડાયેલા પ્રેમી યુગલ સાથે હેવાનિયતવાંધાજનક સ્થિતિમાં પકડાયેલા પ્રેમી યુગલ સાથે હેવાનિયત

English summary
Open this bank account for daughter, get 64 lakh rupees at the age of 21.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X