For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બિઝનેસ છે સાવ સહેલો, થશે લાખોની કમાણી

આ બિઝનેસ છે સાવ સહેલો, થશે લાખોની કમાણી

|
Google Oneindia Gujarati News

હાલના સમયમાં ટિશ્યુ પેપરની માગમાં ઘણો વધારો થઈ રહ્યો છે. ટિશ્યુ પેપર તમે પોતાના ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ અને ઓફિસમાં વાપરતા હશો. ટિશ્યુ પેપરની માગ દિવસે દિવસે વધી રહી છે. જો તમે ટિશ્યુ પેપરનો બિઝનેસ કરો તો તમને સારો એવો ફાયદો થઈ શકે છે. તમને એ વાતની માહિતી આપી દઈએ કે પેપર નેપકિનનો બિઝનેસ શરૂ કરવા માટે તમે સરકારની મદદ પણ લઈ શકો છો. સરકારની મદદથી તમે પેપર નેપકિનની મેન્યુફેક્ચરિંગ ફેક્ટ્રી શરૂ કરી શકો છો. સાથે જ લાખો રૂપિયાની કમાણી પણ થઈ શકે છે.

3.50 લાખ રૂપિયાનો થશે ખર્ચ

3.50 લાખ રૂપિયાનો થશે ખર્ચ

જો તમે પેપર નેપકમિનની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી શરૂ કરવા ઈચ્છતા હો, તો તમારે માત્ર 3.50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. આટલા પૈસા બાદ તમે કોઈ પણ બેન્કમાં મુદ્રા સ્કીમ અંતર્ગત લોન માટે અપ્લાય કરી શકો છો. 3.50 લાખ રૂપિયા હોવાને કારણે બેન્ક તમને ટર્મ લોન તરીકે 3.10 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન તરીકે 5.30 લાખ રૂપિયા આપી શકે છે. આ રીતે તમે કુલ 11.90 લાખ રૂપિયા સાથે બિઝનેસ શરૂ કરી શકો છો.

આટલા મશીનોની જરૂર પડશે

આટલા મશીનોની જરૂર પડશે

મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 2 કલર ફ્લેક્સોગ્રાફિક મશીન, 1 ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ, એજ સિલીંગ એન્ડ કટ મશીન, હેન્ડ ટૂલ્સ અને રૉ ટિશ્યુ પેપરની જરૂર પડે છે.

થશે સારી કમાણી

તમે 1 વર્ષમાં લગભગ 1.50 લાખ કિલો પેપર નેપકિનનું પ્રોડક્શન કરી શકો છો. આ નેપકિન લગભગ 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકો છો. એટલે કે વર્ષે લગભગ 97.50 લાખ રૂપિયાનું ટર્નઓવર થઈ શકે છે. તમે જો તમામ ખર્ચા ઉમેરો તો કુલ 92.50 લાખ રૂપિયાનો ખર્ચ થશે. એટલે કે તમને વર્ષે 5 લાખ રૂપિયાની બચાવી શકો છે. સરવાળે તમને 42 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે.

મુદ્રા યોજના અંતર્ગત કરો અરજી

મુદ્રા યોજના અંતર્ગત કરો અરજી

આ માટે તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કોઈ પણ બેન્કમાં અપ્લાય કરી શકો છો. આ માટે તમારે બસ એક ફોર્મ ભરવું પડશે. જેમાં નામ, એડ્રેસ, બિઝનેસનું એડ્રેસ, એજ્યુકેશન ડિટેઈલ્સ, હાલની આવક અને કેટલી લોન જોઈએ છે તે લખવું પડશે. અહીં કોઈ પ્રોસેસિંગ ફી કે ગેરેંટી ફી નથી આપવાની. ઉપરાંત તમે લોની રકમ સહેલાઈથી હપતાવાર પરત કરી શકો છો.

મારુતિ સુઝુકીના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર પર 110 કરોડના કૌભાંડનો આરોપમારુતિ સુઝુકીના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર પર 110 કરોડના કૌભાંડનો આરોપ

English summary
paper napkin business the easiest way of making money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X