For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIમાં ખાતું હોય તો 30 નવેમ્બર સધી કરી લો આ કામ, નહીં તો બેંકમાં જ ફસાઈ જશે પૈસા

SBIમાં ખાતું હોય તો 30 નવેમ્બર સધી કરી લો આ કામ, નહીં તો બેંકમાં જ ફસાઈ જશે પૈસા

|
Google Oneindia Gujarati News

જો તમે પેન્શનધારક છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. દેશની સૌથઈ મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે પેન્શન ધારકો માટે નિર્દેશ આપ્યા છે. એસબીઆઈએ પેન્શન ધારકોને 30 નવેમ્બર પહેલા જીવતા હોવાનું પ્રમાણ પત્ર જમા કરવા નિર્દેશ આપ્યા છે. બેન્કે આપેલી ડેડલાઈન પહેલા તમારે આ ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે.

30 નવેમ્બર સુધીમાં જમા કરાવો લાઈફ સર્ટિફિકેટ

30 નવેમ્બર સુધીમાં જમા કરાવો લાઈફ સર્ટિફિકેટ

પેન્શનધારકો જો 30 નવેમ્બર સુધીમાં જીવતા રહેવાનું પ્રમાણ પત્ર જમા ન કરાવી શકે તો તેમનું પેન્શન રોકાઈ શકે છે. દેશભરમાં સૌથી વધુ પેન્શનધારકોના ખાતા એસબીઆઈમાં જ છે. બેન્કની વેબસાઈટ પ્રમાણે બેન્ક પાસે 36 લાખ પેન્શન ખાતા અને 14 સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેલ છે. બેન્કે આ તમામ પેન્શન ધારકોને સર્ટિફિકેટ જમા કરવવા સુવિધા આપી છે.

ઓનલાઈન પણ કરી શકો છો જમા

ઓનલાઈન પણ કરી શકો છો જમા

એસબીઆઈએ આપેલી માહિતી પ્રમાણે જો બેન્કની કોઈ પણ બ્રાંચમાં જઈને પેન્શનલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. તમે ઘરે બેઠા પણ આ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. ઉમંગ એપ દ્વારા ઘરે બેઠા લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકાય છે. સાથે જ આધાર સેન્ટર અને સીએસસી પર આ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો.

સૌથી વધુ પેન્શન ખાતા એસબીઆઈ પાસે

સૌથી વધુ પેન્શન ખાતા એસબીઆઈ પાસે

દર વર્ષે નવેમ્બર મહિનામાં પેન્શનર્સ બેન્કમાં જઈને રજિસ્ટરમાં સાઈન કરતા હતા, બેન્કમાં જઈને ફિઝિકલી હાજર હોવાનું પ્રમાણ પત્ર આપે છે. ઘણા વરિષ્ઠ નાગરિકોને તેમાં મુશ્કેલી આવે છે, તેને જોતા એસબીઆઈએ આવા પેન્શનધારકોને સુવિધા આપી છે. બેન્ક પ્રમાણે ઓનલાઈન આધાર પર બેસ્ટ લાઈફ સર્ટિફિકેટ જમા કરવામાં માત્ર કેટલીક મિનિટો જ લાગી શકે છે.

લાઈફ સર્ટિફિકેટ જમા ન થાય તો અટકી શકે છે પેન્શન

લાઈફ સર્ટિફિકેટ જમા ન થાય તો અટકી શકે છે પેન્શન

સરકારે 10 નવેમ્બર 2014ના રોજ આધાર બેઝ્ડ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ 'જીવન પ્રમાણ' લોન્ચ કર્યુ હતું. જો પેન્શનલર જાતે ન જઈ શકે થો કોઈ અધિકૃત વ્યક્તિને બેન્ક મોકલી શકે છે. બેન્કના અધિકારી લાઈફ સર્ટિફિકેટની રિસિપ્ટ આપીને તે સ્વીકારી શકે છે. સેન્ટ્રલ પેન્શન અકાઉન્ટિંગ ઓફિસના મેમોરેડ પ્રમાણે જે પેન્શનર બેન્કમાં ન જઈ શકે, તો તે કોઈ મેજિસ્ટ્રેટ, ગેઝેટેડ ઓફિસર પાસેથી સહી લઈને પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. જો બેન્કમાં પેન્શન આવતું હોય તો બેન્ક મેનેજર પણ તેને સર્ટિફાય કરી શકે છે.

SBI આપે છે સસ્તાં ઘર અને દુકાન, જાણો કઈ રીતેSBI આપે છે સસ્તાં ઘર અને દુકાન, જાણો કઈ રીતે

English summary
if you have an pension account in sbi need to submit life certificate before 30th November
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X