For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપેશ સરકારે વેટ પરની સવલત ખતમ કરી, પેટ્રોલ-ડીઝલ આટલું મોંઘું

ભૂપેશ સરકારે વેટ પરની સવલત ખતમ કરી, પેટ્રોલ-ડીઝલ આટલું મોંઘું

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અન્ય પ્રદેશોની સરખામણીએ અચાનક વધી ગયા. રાજ્યની ભૂપેશ સરકારે પેટ્રોલ-ડીઝલમાં આપવામાં આવેલ વેટની સવલત ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જે બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2.2 રૂપિયા પ્રતિ લીટરે વધારો નોંધાયો છે. આજે જ નવો આદેશ પ્રભાવી થઈ ગયો છે. સરકારના આ આદેશથી સામાન્ય જનતા પર આર્થિક બોઝ વધી જશે.

વેટ પરની સવલત ખતમ કરી

વેટ પરની સવલત ખતમ કરી

માહિતી મુજબ બુધવારે રાયપુરમાં પેટ્રોલની કિંમત 70.85 રૂપિયા પ્રતિ લીટર હતી જે એક જ દિવસમાં વધીને 73.10 રૂપિયા થઈ ગયું. આવી જ રીતે ડીઝલ 69.27 રૂપિયા વધીને 71.52 રૂપિયા પ્રતિ લીટરે મળશે. જો કે રાજ્ય સરકારનો હજુ પણ દાવો છે કે સવલત હટાવ્યા બાદ પણ છત્તીસગઢમાં બીજા રાજ્યો જેવાં કે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલ ઓછી કિંમતે મળશે.

ઓક્ટોબર 2018માં સવલત અપાઈ હતી

ઓક્ટોબર 2018માં સવલત અપાઈ હતી

ઓક્ટોબર 2018માં જ્યારે સતત પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી રહી હતી તો તેવા સમયે ભાજપ સરકારે વેટમાં સવલત આપતા 2 રૂપિયા ઘટાડ્યા હતા. 5 ઓક્ટોબર 2018ના રોજ ડીઝલ અને પેટ્રોલ પર વેટના દર 25થી ઘટી 21 ટકા પર આવી ગયા હતા. નવી કોંગ્રેસ સરકારે હવે આને ફરીથી 25 ટકા કરી દીધા છે. નવો ટેક્સ 31 માર્ચ 2020 સુધી લાગૂ રહેશે. વાણિજ્યકર વિભાગના સચિવ રીના બાબા સાહબ કંગાલે તરફથી જાહેર કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જૂના આદેશને સંશોધિત કરી નવી અધિસૂચના જાહેર કરવામાં આવી છે.

રાજ્ય સરકાર પણ સેસ લેશે

રાજ્ય સરકાર પણ સેસ લેશે

દૈનિક ભાસ્કરે લખ્યું કે- જુલાઈ 2019માં કેન્દ્ર તરફથી ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી તથા સેસના રૂપમાં 2 રૂપિયા વધારવામાં આવ્યો હતો. આનાથી ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટી તથા સેસ 15.83 અને પેટ્રોલ પર 19.98 રૂપિયા પ્રતિ લીટર છે. હજુ રાજ્યમાં ટેક્સની સાથે પેટ્રોલ 70.85 અને ડીઝલ 69.27 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. જેમાં ડીઝલમાં વેટ લગભગ 12.85 રૂપિયા અને પેટ્રોલમાં 13.95 રૂપિયા છે. કેન્દ્ર સરકાર તરફથી જે સેસ વસૂલવામાં આવી રહી છે તેની સરખામણીએ ડીઝલમાં 3 અને પેટ્રોલની કિંમતમાં 6 રૂપિયા પ્રતિ લીટર દીઠ ઓછો છે.

<strong>નોકરિયાત લોકો માટે ખાસ સમાચાર: PF ને લગતા નિયમોમાં મોટો ફેરફાર</strong>નોકરિયાત લોકો માટે ખાસ સમાચાર: PF ને લગતા નિયમોમાં મોટો ફેરફાર

English summary
petrol and diesel price increased as Chhattisgarh government abolished vat concession
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X