For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પણ લોકોને રાહત નહિ, ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના રેટ

દેશવાસીઓ હાલમાં મોંઘુ પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે મજબૂર છે.

|
Google Oneindia Gujarati News

Petrol prices cross Rs 88.99/litre in Delhi, diesel reached 79.35 rs: નવી દિલ્લીઃ દેશવાસીઓ હાલમાં મોંઘુ પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે મજબૂર છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલ સતત વધારાએ સામાન્ય જનતાને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સોમવારે સવારે એક વાર ફરીથી પેટ્રોલના ભાવોમાં આગ લાગી છે. દિલ્લીમાં પેટ્રોલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના રેટમાં પણ 29 પૈસાનો વધારો થયો છે. ત્યારબાદ આજે દિલ્લીમાં પેટ્રોલના ભાવ 88.99 રૂપિયા પ્રતિ લિટર જ્યારે મુંબઈમાં 95.46 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. વળી, એમપીની રાજધાની ભોપાલમાં કાલે પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે જેનો પ્રભાવ પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડી રહ્યો છે.

petrol

એક નજર આજના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર

આજે દિલ્લીમાં પેટ્રોલ 88.99 રૂપિયા પ્રતિ લિટર, કોલકત્તામાં પેટ્રોલ 90.25 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલ 95.46 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઈમાં પેટ્રોલ 91.90 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલની કિંમતોમાં આજે દિલ્લીમાં ડીઝલ 79.35 રૂપિયા પ્રતિ લિટર, કોલકત્તામાં ડીઝલ 82.94 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં ડીઝલ 86.34 પ્રતિ લિટર, ચેન્નઈાં ડીઝલ 84.44 રૂપિયા પ્રતિ લિટર.

સરકારનુ નિવેદન
પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશમાં સતત વધી રહ્યા છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયે પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારા પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ છે કે આનુ મોટુ કારણ એ દેશોની નીતિઓ છે જે દેશો પાસે ક્રૂડ ઓઈલના ભંડાર છે. આ દેશોએ એક કિંમતો પર એક એવી આર્ટિફિશિયલ રીત બનાવી લીધી છે કે ભાવ ઘટતા જ નથી.

આ રીતે જાણો તમારા શહેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા પોતાના મોબાઈવમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને એસએમએસ પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ હશે. જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.

LPG ગેસ સિલિન્ડરના પણ વધ્યા ભાવ

માત્ર ક્રૂડ ઓઈલના જ ભાવ નથી વધ્યા પરંતુ આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો થયો છે. 14.2 કિલો ઘરેલુ ગેસ ઉપયોગમાં આવતા સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધી ગયા છે. ત્યારબાદ દિલ્લીાં એક સિલિન્ડરની કિંમત હવે 719 રૂપિયાથી વધીને 769 રૂપિયા થઈ ગઈ છે. સબસિડી વિનાના સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે.

'TMC જય બંગલાનો નારો આપીને WBને બાંગ્લાદેશ બનાવવા માંગે છે''TMC જય બંગલાનો નારો આપીને WBને બાંગ્લાદેશ બનાવવા માંગે છે'

English summary
Petrol and diesel prices increase today. Check the rates of your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X