પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી આગ લાગી, જાણો આજના રેટ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી આગ લાગી, જાણો આજના રેટ
ઓઈલ કંપનીઓએ શનિવારે ભાવમાં રાહત આપ્યા બાદ રવિવારે ફરીથી ઝાટકો આપ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના રેટમાં ફરી વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 16 મેના રોજ પેટ્રોલ પર 24 પૈસા અને ડીઝલ પર 27 પૈસા પ્રતિ લીટર ભાવ વધારો લગાવ્યો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પેટ્રોલ 29 પૈસા અને ડીઝલ 34 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું હતું. મે મહિનાના અંત સુધી 9 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે.

સતત વધી રહેલા ભાવના કારણે માત્ર 9 દિવસમાં જ પેટ્રોલ 1.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.22 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂકયું છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર કરી ચૂકી છે. મહારાષ્ટ્રના નાંદેડમાં પેટ્રોલ 100.54 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. જ્યારે મધ્ય પ્રદેશના નગરાબાંધમાં પેટ્રોલ 103.31 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
પેટ્રોલ ડીઝલના આજના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ 92.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 83.22 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- મુંબઈમાં પેટ્રોલ 98.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.40 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- ચેન્નઈમાં પેટ્રોલ 94.34 રૂપિયાપ્રતિ લીટર અને ડીઝલ 88.07 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- કોલકાતામાં પેટ્રોલ 92.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.07 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- બેંગ્લોરમાં પેટ્રોલ 95.66 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.22 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- લખનઉમાં પેટ્રોલ 90.37 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 83.60 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- પટનામાં પેટ્રોલ 94.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.46 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
