જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો કઈ રીતે નક્કી થાય છે રોજ ભાવ
નવી દિલ્લીઃ આજે ગુરુવારે એટલે કે 8 એપ્રિલ 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં કોઈ ફેરફાર થયો નથી. આજે દિલ્લીમાં પેટ્રોલ 90.56 રૂપિયા પ્રતિ લિટરના રેટ પર સ્થિર રહ્યો. વળી, ડીઝલનો રેટ 80.87 રૂપિયા પ્રતિ લિટરા સ્તરે સ્થિર રહ્યો. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પ્રતિદિવસ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે સવારે 6 વાગ્યાથી પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં સુધારો કરે છે અને જાહેર કરે છે.
જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ
- દિલ્લીમાં હવે 1 લિટર પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લિટર પર છે.
- કોલકત્તામાં હવે 1 લિટર પેટ્રોલની કિંમત 90.77 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 83.75 રૂપિયા પ્રતિ લિટર પર છે.
- મુંબઈમાં હવે 1 લિટર પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 87.96 રૂપિયા પ્રતિ લિટર પર છે.
- ચેન્નઈમાં હવે 1 લિટર પેટ્રોલની કિંમત 92.66 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 85.96 રૂપિયા પ્રતિ લિટર પર છે.
કિંમત નક્કી કરવાનો આ છે આધાર
વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. આ માનકોના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ રોજ નક્કી કરવાનુ કામ ઓઈલ કંપનીઓ કરે છે. છૂટક વેચાતુ પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમ તમે ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીધલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા હોવ છો.
ડીલર પણ જોડે છે પોતાનુ માર્જિન
ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે ખુદને છૂટક કિંમતો પર ગ્રાહકોને અંતમાં ટેક્સ અને પોતાનુ માર્જિન જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં આ કૉસ્ટ પણ જોડાય છે.
અનિલ દેશમુખની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી