પેટ્રોલ-ડીઝલ પર સરકાર ફરી લાચાર, આજે પણ વધી કિંમતો

પેટ્રોલ-ડીઝલ પર સરકાર ફરી લાચાર, આજે પણ વધી કિંમતો

અમદાવાદઃ શનિવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો જોવા મળ્યો. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતોમાં 18 પૈસાનો અને ડીઝલની કિંમતમાં 31 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 79.62 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.59 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

દિલ્હી-મુંબઈમાં પણ વધ્યા ભાવ

દિલ્હી-મુંબઈમાં પણ વધ્યા ભાવ

દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતોમાં 18 પૈસા અને ડીઝલની કિંમતોમાં 29 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલની કિંમત 82.66 રૂપિયા અને ડીઝલ 75.19 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે ક્રૂડની કિંમતોએ મુંબઈકરોની પણ પરેશાની વધારી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતોમાં 18 પૈસાનો અને ડીઝલની કિંમતોમાં 31 પૈસાનો ભાવ વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.12 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે જ્યારે મુંબઈમાં ડીઝલની કિંમત 78.82 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે.

કાલે પણ વધ્યા હતા ભાવ

કાલે પણ વધ્યા હતા ભાવ

અગાઉ શુક્રવારે પણ પેટ્રોલના ભાવમાં 12 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો, જ્યારે ડીઝલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.48 રૂપિયા પ્રતિ લીટર રહી જ્યારે ડીઝલ 74.94 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે. મુંબઈમાં પણ પેટ્રોલ અે ડીઝલના ભાવમાં વધારો થયો છે અને અહીં પેટ્રોલ લગભગ 88 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું હતું.

4 ઓક્ટોબરે સરકારે રાહત આપી

4 ઓક્ટોબરે સરકારે રાહત આપી

જણાવી દઈએ કે 4 ઓક્ટોબરે નાણામંત્રી અરુણ જેટલીએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 2.50 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કર્યો હતો જે બાદ રાજ્યોએ પણ પેટ્રોલ-ડીઝલના વેટ પર 2.50 રૂપિયા ઘટાડ્યા હતા. જેને કારણે સામાન્ય નાગરિકોને રાહત મળી હતી પરંતુ આ રાહત વધુ દિવસો સુધી ન મળી અને હવે ઓઈલ કિંમતોમાં વધારો યથાવત રહ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X