For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજી મોંઘુ થઈ શકે છે પેટ્રોલ, આ છે કારણ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત સતત ચોથા દિવસે પણ વધી રહી છે. આજે કાચા તેલનો વર્ષ ચાલુ વર્ષમાં સૌથી વધુ છે.

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત સતત ચોથા દિવસે પણ વધી રહી છે. આજે કાચા તેલનો વર્ષ ચાલુ વર્ષમાં સૌથી વધુ છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 65 ડૉલર પ્રતિ બેરલને પાર થયો છે, જે નવેમ્બર બાદનો સૌથી વધુ ભાવ છે. 2019માં અત્યાર સુધી કાચા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 20.76 ટકાનો વધારો થયો છે. વિશ્લેષકોના કહેવા પ્રમાણે તેલની નિકાસ કરતા દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ દ્વારા કાચા તેલનું ઉત્પાદન ઘટાડાયું છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની માગ વધી છે, પરિણામે તેના ભાવ વધઈ રહ્યા છે. ભારતમાં કાચા તેલની 90 ટકા આયાત કરવામાં આવે છે. જેને કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: સસ્તામાં મળી રહ્યું છે ગેસ કનેક્શન, 500 રૂપિયાનો ગેસ પણ ફ્રી

કાચા તેલના ભાવ 5 ટકા વધ્યા

કાચા તેલના ભાવ 5 ટકા વધ્યા

કોમોડિટ બજાર વિશ્લેષકના કહેવા પ્રમાણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં વધારો થવાથી ભારતમાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ શકે છે. બ્રેન્ટ ક્રૂડમાં તેજી છે, જ્યારે અમેરિકન લાઈટ ક્રૂડ WTIના ભાવમાં 2.73 ટકાનો વધઆરો થયો છે. એન્જલ બ્રોકિંગ હાઉસના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના કહેવા પ્રમાણે, 'અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર સમાપ્ત કરવા માટે થયેલી વાતચીતની સાથે સાથે ઓપેકે તેલનો જથ્થો ઘટાડતા ભાવ વધ્યા છે. બીજી તરફ વેનેઝુએલા અને ઈરાન પર અમેરિકાના પ્રતિબંધને કારણે પણ કાચા તેલના ભાવને ટેકો મળી રહ્યો છે.'

સાઉદી અરબ ઘટાડી શકે છે જથ્થો

સાઉદી અરબ ઘટાડી શકે છે જથ્થો

ઓપેકના અગ્રણી સભ્ય સાઉદી અરબે કહ્યું છે કે તે આગામી મહિને તેલનો જથ્થો ઘટાડી શકે છે. ઉલ્લેખનીય છે કે ઓપેક અને રશિયા વચ્ચે રોજના 1.2 લાખ બેરલ તેલનો પુરવઠો ઘટાડવા સહમતિ થઈ હતી. વૈશ્વિક માર્કેટમાં કાચા તેલમાં આવેલી તેજીને કારણે ભારતીય માર્કેટમાં પણ કાચા તેલના ભાવમાં તેજી આવી છે.

MCXમાં પણ તેજી

MCXમાં પણ તેજી

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કાચા તેલમાં ચાલુ મહિને એક્સપાયરી વાયદા પૂર્વે 11.15 વાગે 30 રૂપિયા એટલે કે 0.78 ટકાની તેજી સાથે 3,897 રૂપિયા પ્રતિ બેરલ હતો. કાચા તેલના અન્ય વાયદામાં પણ MCX પર તેજી નોંધાઈ છે. તો આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જમાં પણ બ્રેન્ટ ક્રૂડની એપ્રિલ ડિલિવરી મામલે પાછલા સત્રની સરખામણીએ 0.42 ટકાની તેજી સાથે 64.84 ડૉલર પ્રતિ બેરલનો ભાવ ચાલી રહ્યો હતો. જો કે આ પહેલા ભાવ 65.10 ડૉલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યો હતો, જે ચાલુ વર્ષનો સૌથી વધુ ભાવ હતો. ન્યૂયોર્ક મર્કેન્ટાઈલ એક્સચેન્જ પર વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ એટલે કે WTIના માર્ચ સોદામાં 0.37 ટકાના વધારા સાથે 54.61 ડૉલર પ્રતિ બેરલ પર ભાવ ચાલી રહ્યો હતો. આ પહેલા WTIના વાયદા સોદામાં 54.93 ડૉલર પ્રતિ બેરલ સુધીનો વધારો થયો હતો.

English summary
petrol diesel may be costlier because rising crude oil price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X