10 નવેમ્બરે પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિમત

10 નવેમ્બરે પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિમત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલ 17 પૈસાના ઘટાડા બાદ 75.03 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ પણ 17 પૈસાના ઘટાડા સાથે 75.86 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેચાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડાને પગલે સામાન્ય નાગરિકોને રાહત મળી છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમતો

દિલ્હીમાં પેટ્રોલની કિંમતો

દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 77.89 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 72.58 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં કિંમત

મુંબઈમાં કિંમત

દિલ્હીની સાથોસાથ મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો નોંધાો છે અને આ ઘટાડા સાથે જ પેટ્રોલની કિંમત 83.40 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડિઝલની કિંમતમાં પણ 17 પૈસાનો ઘટાડો જોવા મળ્યો. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં ડીઝલ 76.05 રૂપિયાએ વેંચાઈ રહ્યું છે.

થોડા દિવસ સુધી ઘટાડો યથાવત રહેશે

થોડા દિવસ સુધી ઘટાડો યથાવત રહેશે

જણાવી દઈએ કે ઓઈલની કિંમતોમાં આગામી કેટલાક દિવસ સુધી ઘટાડો આવી જ રીતે યથાવત રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓઈલની કિંમતોમાં સત ઘટાડાની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર પણ પડી રહી છે. ઘરેલુ સ્તર પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટશે. અમેરિકાએ ઈરાનથી તેલ ખરીદવાનો લાગેલ પ્રતિબંધ બાદ ભારત, ચીન અને જાપાન સહિત 8 દેશોને ઈરાનથી ઓઈલ ખરીદવાની મંજૂરી આપી દીધી છે, જેનો લાભ દેખીતી રીતે ભારતને મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X