21મી જાન્યુઆરીએ ફરી મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધી

21મી જાન્યુઆરીએ ફરી મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધી

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 21મી જાન્યુઆરીએ ફરી પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થયાં છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 68.58 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.67 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. ત્યારે નાગરિકોના ખિસ્સા પર વધુ બોજો પડી રહ્યો છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થઈ રહ્યો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 2 પૈસાનો વધારો ઝીંકાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ આજે 73.85 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 69.41 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત

નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 19 પૈસા મોંઘું થયું છે જ્યારે ડીઝલ 26 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 71.14 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.71 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. હજુ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થઈ શકે છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો આજે અહીં પણ પેટ્રોલ અને ડીઝની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 76.77 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 68.81 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X