આજે પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો નવી કિંમત

આજે પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો નવી કિંમત

અમદાવાદઃ ચૂંટણી નજીક હોય પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને પગલે સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. 23મી નવેમ્બરે અમદવાદમાં પેટ્રોલની કિંમત 38 પૈસાના ઘટાડા સાથે 72.80 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 43 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ અમદાવાદમાં ડીઝલ 73.71 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં 23મી નવેમ્બરે પેટ્રોલમાં લીટર દીઠ 40 પૈસા જ્યારે ડીઝલમાં લીટર દીઠ 41 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 75.57 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 70.56 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

જ્યારે મુંબઈની વાત કરીએ તો આજે અહીં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાહત મળી છે. મુંબઈમાં 23 નવેમ્બરે પેટ્રોલની કિંમતમાં 40 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં આજે અહીં 43 પૈસાની રાહત મળી છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 81.09 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 73.90 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

કિંમત ઘટાડાનો સિલસિલો યથાવત

કિંમત ઘટાડાનો સિલસિલો યથાવત

જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો નોંધાયો હોવાના પગલે ઘરેલૂ માર્કેટમાં પણ ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે અને હજુ થોડા દિવસ સુધી આ ભાવ ઘટાડો યથાવત રહે તેવી શક્યતા છે. ગતરોજ પણ મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં અનુક્રમે 40 પૈસા 41 પૈસા અને 38 પૈસાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે ડીઝલની વાત કરીએ તો 22મી નવેમ્બરે અમદાવાદ અને મુંબઈમાં 43 પૈસા તથા દિલ્હીમાં 41 પૈસાનો ઘટાડો નોંધાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X