એકવાર ફરી વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની તલવાર સામાન્ય માણસના માથે લટકી રહી છે. આ અઠવાડિયાના અંત સુધી પેટ્રોલ એક રૂપિયો જ્યારે ડીઝલ પચાસ પૈસા પ્રતિ લિટર સુધી મોઘું થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની છૂટ મળ્યા બાદ ઓઇલ કંપનીઓ દર પંદર દિવસે પેટ્રોલિયમ ઉત્પાદનોની સમીક્ષા કરાવે છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન આર એસ બુટોલાનું કહેવું છે કે આ ત્રિમાસીમાં પેટ્રોલના છૂટક વેચાણના કારણે 676 કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યું છે. માટે ભાવવધારાનો ઇનકાર કરી શકાય નહીં.
આઇઓસીના જણાવ્યા અનુસાર હાલમાં ઓઇલ કંપનીઓ પેટ્રોલ પર એક રૂપિયો ને 32 પૈસા અને ડીઝલ પર 9 રૂપિયા અને 22 પૈસાનું નુકસાન કરી રહી છે. એવામાં આશંકા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવાર બાદ ક્યારેય પણ ભાવવધારાની જાહેરાત થઇ શકે છે.












Click it and Unblock the Notifications
