For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો, જાણો અમદાવાદમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ એક બાજુ કોંગ્રેસે જ્યાં દેશભરમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં બંધનું એલાન કર્યું છે તો બીજી બાજુ આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં સોમવારે પણ 0.73 પૈસાના વધારા સાથે પેટ્રોલ 79.95 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે, જ્યારે 0.82 પૈસાના વધારા સાથે ડીઝલ 78.24 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. આ વધારા સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયા છે.

મુંબઈમાં કિંમતો આસમાન પર

મુંબઈમાં કિંમતો આસમાન પર

નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.73 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલ પણ 72.83 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતો 88.12 રૂપિયાની સપાટી પર છે જ્યારે ડીઝલની કિંમત 77.32 રૂપિયાની સપાટી પર છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલમાં લીટર દીઠ 23 પૈસાનો વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં મનસે અને શિવસેનાએ આજે કોંગ્રેસના ભારત બંધને સમર્થન આપ્યું છે.

કોંગ્રેસનું ભારત બંધ

કોંગ્રેસનું ભારત બંધ

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને પગલે કોંગ્રેસે આજે દેશભરમાં ભારત બંધનું એલાન કર્યું છે. આ ભારત બંધમાં દેશભરના તમામ રાજનૈતિક દળ ભાગ લઈ રહ્યા છે. ઓરિસ્સા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં વિપક્ષ રસ્તા પર ઉતરી આવ્યો છે.

અચ્છે દિન

અચ્છે દિન

Live: ભારત બંધને પગલે એસટી બસ સેવા અસરગ્રસ્ત Live: ભારત બંધને પગલે એસટી બસ સેવા અસરગ્રસ્ત

English summary
Petrol diesel prices increased once again despite Bharat Bandh called against it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X