આસમાને પહોંચી પેટ્રોલની કિંમતો, જાણો આજના ભાવ

આસમાને પહોંચી પેટ્રોલની કિંમતો, જાણો આજના ભાવ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી. મંગળવારે ફરી પેટ્રોલની કિંમતોમાં વધારો ઝીંકાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલ 14 પૈસાના વધારા સાથે 81.97 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે ડીઝલ પણ 11 પૈસાના ભાવ વધારા સાથે 79.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. છેલ્લા 1 મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. વિપક્ષના વિરોધ છતાં સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતો નાથી ન શકી.

petrol price
દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 25 પૈસાના વધારા સાથે 82.86 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 15 પૈસાના વધારા સાથે 74.12 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 14 પૈસાના વધારા સાથે લીટર દીઠ 9.22 રૂપિયાની સપાટીને વટાવી ગયું છે જ્યારે ડીઝલ 11 પૈસાના ભાવ વધારા સાથે 78.69 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. આ પણ વાંચો- પીએમ મોદી-અમિત શાહ શિવરાજના ચૂંટણી કેમ્પેઈનને વેગ આપવા આજે ભોપાલમાં

ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસોમાં જેવી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને વિપક્ષની સાથે જનતા પણ જોરશોરથી વિરોધ કરી રહી છે. આ વાતને લઈને સરકાર પર સતત દબાણ પણ વધી રહ્યું છે. જ્યારે બીજી બાજુ વધતી કિંમતો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર પાસેથી તેવા રેકોર્ડ માગવામાં આવ્યા છે જેના આધારે ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારવામાં આવી રહી હોય. આ પણ વાંચો- ઈસ્લામ અને નમાઝ માટે મસ્જિદ જરૂરી છે? સુપ્રીમ કોર્ટમાં આવશે ફેસલો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X