ઈસ્લામ અને નમાઝ માટે મસ્જિદ જરૂરી છે? સુપ્રીમ કોર્ટમાં આવશે ફેસલો
ઈસ્લામ અને નમાઝ માટે મસ્જિદ જરૂરી છે? સુપ્રીમ કોર્ટમાં આવશે ફેસલો
નવી દિલ્હીઃ પોતાના કાર્યકાળના આખરી અઠવાડિયામાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા દીપક મિશ્રા રામ મંદિર મુદ્દા પર મહત્વની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ એ વાતનો ફેસલો કરશે કે મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામનો જરૂરી ભાગ છે કે નહિ. આ ફેસલો સંભળાવ્યા બાદ ટાઈટલ સૂટના મુદ્દા પર ફેસલો આવવાની સંભાવના છે. 28મી સપ્ટેમ્બરે આ મામલે ફેસલો આવી શકે છે.

કોર્ટનો ફેસલો
અયોધ્યા આખરે કોની જમીન છે તેના પર હજુ સુનાવણી થવાની બાકી છે. જો કે આ મામલા સાથે જોડાયેલ એક સીમિત સવાલને સંવૈધાનિક બેંચ પાસે મોકલવો જોઈએ કે નહિ તેના પર ફેસલો સુરક્ષિત રાખી લેવામાં આવ્યો છે. 1994માં ઈસ્માઈલ ફારુકીના મામલામાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ફેસલો આપ્યો હતો કે મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામનો અભિન્ન ભાગ નથી. આની સાથે જ રામ જન્મભૂમિમાં યથાસ્થિતિ યથાવત રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા જેથી કરીને હિંદુ ધર્મના લોકો પણ અહીં પૂજા કરી શકે.

હવે કોર્ટ આ ફેસલો કરશે
હવે કોર્ટ એ વાત પર વિચાર કરશે કે આ નિર્ણયની સમીક્ષા કરવી જરૂરી છે કે નહિ. મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે આ ફેસલા પર બીજીવાર પરીક્ષણ કરવાની જરૂરત છે. આ કારણે જ અદાલત એ તારણ પર આવશે કે ફેસલાની સમીક્ષા કરવા માટે તેને બીજી વાર સંવૈધાનિક પીઠ પાસે મોકલવો જોઈએ કે નહિ.

ડૉ. ફારુકીના ફેસલા પર પુનઃવિચાર કરવાની માગણી
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ હાલ વિચાર કરી રહી છે કે નમાઝ પઢવા માટે મસ્જિદને ઈસ્લામનો જરૂરી ભાગ ન બતાવતા ઈસ્માઈલ ફારુકીના ફેસલા પર પુનઃવિચાર કરવાની જરૂરત છે કે નહિ. અગાઉ મુસ્લિમ પક્ષકારોએ ફેસલામાં આપેલી વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા મામલાને પુનઃવિચાર માટે સંવૈધાનિક ખંડપીઠને મોકલવાની માંગ કરી હતી.

નમાઝ માટે મસ્જિદ જરૂરી?
ઉલ્લેખનીય છે કે 1994માં અયોધ્યા ભૂમિ અધિગ્રહણને પડકારતા ડૉ. એમ. ઈસ્માઈલ ફારુકીના મામલામાં કહ્યું હતું કે નમાઝ માટે મસ્જિદ ઈસ્લામ ધર્મનો અભિન્ન ભાગ નથી. મુસલમાન ક્યાંય પણ નમાઝ અદા કરી શકે છે, તેઓ ખુલ્લામાં પણ નમાઝ અદા કરી શકે છે. ફેસલાના પેરેગ્રાફ 82માં આ વાત કહેવામાં આવી છે. મુસ્લિમ પક્ષકાર એમ. સિદ્દીકીના વકીલ રાજીવ ધવને ગત 5 સપ્ટેમ્બરે આ ફેસલા પર સવાલ ઉઠાવતા મામલાને પુનઃવિચાર માટે સંવિધાન પીઠને મોકલવાની માગણી કરી છે.

શું હતો સમગ્ર મામલો?
રામ મંદિર માટે થયેલ આંદોલન દરમિયાન 6 સપ્ટેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને ધ્વંસ કરી નાખવામાં આવી હતી. આ કેસમાં અપરાધિક કેસની સાથોસાથ સિવિલ મુકદ્દમો પણ ચાલ્યો હતો. ટાઈટલ વિવાદથી સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અલ્હાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર 2010ના રોજ અયોધ્યા ટાઈટલ વિવાદમાં ફેંસલો આપ્યો હતો.

હાઈકોર્ટે જમીનની વહેચણી કરી હતી
જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બર 2010ના રોજ જસ્ટિસ સુધીર અગ્રવાલ, જસ્ટિસ એસ.યૂ. ખાન અને જસ્ટિસ ડીવી શર્માને બેંકે અયોધ્યા વિવાદ પર પોતાનો ફેસલો સંભળાવ્યો હતો. પોતાના આદેશમાં બેંચે 2.77 એકરના વિવાદિત ભૂમિના ત્રણ બરાબર ભાગ કર્યા હતા. રામ મૂર્તિવાળા પહેલા હિસ્સામાં રામ લાલાને વિરાજમાન કરી દીધા હતા. રામ ચબૂતરા અને સીતા રસોઈવાળા બીજો ભાગ નિર્મોહી અખાડાને સોંપી દેવામાં આવ્યો અને બચેલો ભાગ સુનન્ની વક્ફ બોર્ડને સોંપી દેવામાં આવ્યો હતો. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો હતો. આ મામલે હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યારે બીજી બાજુ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ફેસલા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

ત્યારથી પેન્ડિંગ છે મામલો
જે બાદ આ મામલે કેટલાય પક્ષકારોએ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે 9મે 2011ના રોજ આ મામલામાં હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવતા આ મામલાની સુનાવણી કરવાની વાત કરી. સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ બનાવી રાખવાના પણ આદેશ આપ્યા હતા. ત્યારેથી સુપ્રીમ કોર્ટમાં આ મામલો પેન્ડિંગ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
