આનંદો! પેટ્રોલમાં થયો વધુ એક રૂપિયાનો ઘટાડો

petrol
નવી દિલ્હી, 16 એપ્રિલ: પેટ્રોલ અને વાહન સાથે રોજેરોજનો સંબંધ ધરાવનાર લોકો માટે એક રાહતના સમાચાર છે. સરકારે પેટ્રોલના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલની કિંમતમાં છેલ્લા એક મહિનાની અંદર બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા મહિને માર્ચમાં સરકારે પેટ્રોલની કીંમતમાં કૂલ 2 રૂપિયાનો ઘટા કર્યો હતો.

પેટ્રોલના નવા ભાવ ગઇકાલે રાતથી દેશભરમાં લાગૂ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડાના કારણે ઓઇલ કંપનીયોએ પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો છે. જેના માટે ઓઇલ કંપનીઓની એક સમીક્ષા બેઠક દરમિયાન આનો સીધો ફાયદો જનતાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મહિનાની અંદર પેટ્રોલના ભાવ બે વખત ઘટવાના કારણે પેટ્રોલ કાર માલિકોના ચહેરા પર રોનક આવવી સ્વાભાવીક છે.

આના પગલે વાહન નિર્માતાઓ પણ રાહતનો શ્વાસ લીધો છે. દેશભરમાં પેટ્રોલના ભાવમાં આવેલા વધારાના પગલે પેટ્રોલ વાહનોનું વેચાણ ઘટ્યુ હતું. પરંતુ હવે પેટ્રોલમાં થઇ રહેલા ભાવ ઘટાડાને પગલે વાહનો બનાવનારી કંપનીઓને લાભ થવાની શક્યતા છે. પેટ્રોલના ભાવમાં ઘટાડો થયા બાદ અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલના ભાવ આ પ્રમાણે છે.

રાજ્ય નવી કિંમત/લીટર

દિલ્હી 66 રૂપિયા 29 પૈસા
કોલકાતા 73 રૂપિયા 72 પૈસા
મુંબઇ 73 રૂપિયા 14 પૈસા
ચેન્નાઇ 69 રૂપિયા 34 પૈસા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X