ફરી થયો પેટ્રોલના ભાવમાં વધારો, 1.55 રૂપિયા મોંઘુ

petrolpump
નવી દિલ્હી, 15 જુલાઇઃ ઓઇલ કંપનીઓએ ગત છ અઠવાડિયામાં ચોથી વાર પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે. રવિવારે પેટ્રોલના ભાવમાં 1.55 રૂપિયાનો વધારો કરવાની ઘોષણા કરવામાં આવી છે. વધેલો ભાવ વધારો રવિવારે અડધી રાતથી લાગુ કરવામાં આવ્યો છે. ટેક્સ મળીને પેટ્રોલ 1.86 રૂપિયા થઇ ગયું છે, જેથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 70.44 રૂપિયા થયું છે. આ પહેલા દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 68.58 રૂપિયા હતો, મેમાં તે 63.01 રૂપિયા હતો.

જયપુરમાં હવે પેટ્રોલ 1.94 રૂપિયા વધીને 73.86 રૂપિયા પ્રતિલીટર મળશે. આ રીતે ગત બે મહિનામાં ઓઇલની કિંમતોમાં 7 રૂપિયાનો વધારો કરવામા આવ્યો છે.

અધિકૃત માહિતી અનુસાર ડીઝલના ભાવોમાં હાલ કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલની કિંમતોમાં ગત એક જુલાઇએ બે રૂપિયા અને ડીઝલમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ કંપનીઓનો દાવો છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલ ખરીદવામાં તેમને સારું એવું નુક્સાન ઉઠાવવું પડ્યું છે. ડોલરની તુલાએ રૂપિયામા આવેલા ઘટાડાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

ઓઇલ કંપનીઓ દર બે અઠવાડિયા પછી પેટ્રોલા ભાવની સમિક્ષા કરે છે. સરકારે જૂન 2010થી પેટ્રોલની કિંમતોને નિયંત્રણ મુક્ત કરી છે, જ્યારે ડીઝલના ભાવમાં હજુ પણ સરકારનું નિયંત્રણ છે.

ક્યારે ક્યારે વધ્યો ભાવ

14 જુલાઇએ 1.55 રૂપિયા
28 જૂને 1.82 રૂપિયા
15 જૂને 2 રૂપિયા
1 જૂને 0.75 પૈસા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X