For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ 29 પૈસા અને ડીઝલ 20 પૈસા મોંઘુ

|
Google Oneindia Gujarati News

petrol
નવી દિલ્હી, 27 ઓક્ટોબર: પેટ્રોલ પંપ ડીલરના કમીશનમાં વધારો કરવાના સરકારના નિર્ણય બાદ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશ: 29 પૈસા અને 20 પૈસા પ્રતિ લિટરનો વધારો કરી દેવાયો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 67.90 રૂપિયાથી વધીને 68.19 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા છે જ્યારે ડીઝલની કિંમત 46.95 રૂપિયાથી વધીને 47.15 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા છે.

જ્યારે અન્ય રાજ્યોમાં સ્થાનીય વેચાણ કર અને વેટના આધારે તેની કિંમતમાં ફરક જોવા મળશે. પેટ્રોલની કિંમતમાં 29 રૂપિયાથી લઇને 37 પૈસા સુધી અને ડીઝલ કિંમતમાં 20 પૈસાથી 24 પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યું કે પેટ્રોલિયમ મંત્રાલયે ગઇકાલે રાત્રે જારી આદેશમાં પેટ્રોલ પર ડીલર કમીશન 1.49 રૂપિયાથી વધારીને 1.78 રૂયિપા લીટર કરી દેવાયું છે. આજ રીતે ડિઝલ પર કમીશન 18 પૈસાથી વધારીને 91 પૈસાથી 1.08 રૂપિયા કરી દેવાયા છે. વેટ લગાવીને ડીઝલમાં 20 પૈસાનો વધારો થયો છે.

ડીલર કમિશનમાં વધારાનો નિર્ણય ગુરૂવારે કરવામાં આવ્યો હતો જેનો આજે અમલી બનાવવામાં આવ્યો છે. જુલાઇ 2011 બાદ ડીલર કમીશનમાં આ પહેલી વખત વધારો કરાયો છે.

English summary
Petrol price was today hiked by 29 paise per litre and diesel by 20 paise after government decided to increase commission paid to petrol pump dealers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X