For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલની કિંમતમાં લીટરે બે રૂપિયાનો વધારો કરાયો

|
Google Oneindia Gujarati News

petrol-prise-hike
નવી દિલ્હી, 15 જૂન : યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડતાં ક્રુડ તેલની આયાત મોંધી થવાથી દેશની સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ બે રૂપિયા વધારી દીધા છે. આ વધારામાં વેલ્યૂ એડેડ ટેક્સનો સમાવેશ થયો નથી.

દર પખવાડિયે પેટ્રોલના ભાવમાં ફેરફાર કરવાના લેવાયેલા નિર્ણય અંતર્ગત, ભાવમાં નવો વધારો કરાયો છે. નવો ભાવવધારો આજે મધરાતથી અમલમાં આવશે. છેલ્લા સાડા ત્રણ મહિનામાં આ પહેલો મોટો ભાવ વધારો છે. છેલ્લો ભાવ વધારો 1 જૂનના રોજ કરવામાં આવ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્યુઅલ માર્કેટમાં ઘટાડાને પગલે ચાર વાર કિંમતો ઘટાડવામાં પણ આવી હતી.

આ ભાવ વધારા અંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે "છેલ્લા ભાવ ફેરબદલ બાદ રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. આ મસય દરમિયાન આંતરરાષ્ટ્રીય એમએસ (મોટર સ્પિરિટ)ની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે. આ બંને પરિબળોને પગલે કંપનીએ ભાવ વધારવાની ફરજ પડી છે."

દેશના ચાર મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમતો
વર્તમાન કિંમત વધારેલી કિંમત વધારો
દિલ્હી 63.99 66.39 2.40
કોલકત્તા 71.29 73.79 2.50
મુંબઇ 72.08 74.60 2.52
ચેન્નાઇ 66.85 69.39 2.54
English summary
Petrol prices go up by rupees two.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X