બજેટ બાદ જનતાને ઝટકો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા!

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: મોદી સરકારના પહેલા સામાન્ય બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે કંઇ ખાસ યોજનાઓ જોવા ના મળી, ઉપરથી સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવાથી રોજીંદા જીવન જરૂરીયાતની વસ્તુઓ પર બોઝો વધી ગયો છે. જો આ ઝટકામાંથી હજી દેશની જનતા બહાર આવી નથી એવામાં સાંજ ઢળતાની સાથે જ તેમને બીજો ઝટકો મળ્યો અને તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. ઓઇલ કંપનીયોએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ-ત્રણ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. નવા ભાવ આજ રાત્રિથી લાગુ થશે.

petrol
ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં છેલ્લા ઘણા સમયથી વધારો થઇ રહ્યો હતો. આ વધારાના પગલે ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલની કિંમતોમાં 3.18 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો. જ્યારે ડીઝલની કિંમતોમાં પણ 3.09 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો ભાવ વધારો આજે મધ્યરાત્રિથી લાગુ પડશે.

નોંધનીય છે કે ફેબ્રુઆરીના મધ્યમમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલના વધતા ભાવના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે પેટ્રોલ 82 પૈસા અને ડીઝલ 61 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X