પેટ્રોલ 1 રૂપિયો સસ્તું, અને ડીઝલ 50 પૈસા મોઘું થવાના અણસાર

આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ બજારમાં ઓઇલના ભાવમાં ઘટાડો થવાના કારણે પેટ્રોલના ભાવ ઘટવાના અણસાર મળી રહ્યા છે. સરકારે જાન્યુઆરીમાં ડીઝલની મૂલ્ય નીતિમાં કરવામાં આવેલ નિર્ણય કર્યો હતો એ અંતર્ગત દરમહિને ડીઝલના ભાવમાં વધારો થતો રહેશે. આ ભાવ વધારો ત્યા સુધી થતો રહેશે જ્યાં સુધી તેલ કંપનીઓને પ્રતિ લીટર થઇ રહેલું 11 રૂપિયાનું નુકસાન સરભર ના થઇ જાય.
પેટ્રોલના ભાવમાં આ વખતે થઈ રહેલા ઘટાડા પહેલા ફેબ્રુઆરીથી પેટ્રોલના ભાવમાં બે વખત વધારો ઝિંકાઇ ચૂક્યો છે. આ પહેલા 16 ફેબ્રુઆરીના રોજ 1.50 રૂપિયા અને 2 માર્ચના રોજ 1.40 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવ 70.74 રૂપિયા પ્રતિ લીટર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અવિરતપણે પેટ્રોલના ભાવમાં વધારો ઝિંકાયા બાદ તેમાં 1 રૂપિયા જેટલો નજીવો ઘટાડો થવાની સંભાવવાના સામે આવી છે જે જરા પણ આનંદદાયક સમાચાર તો ના જ કહી શકાય. કારણ કે તેની સામે ડીઝલના ભાવમાં પણ વધારો થવા જઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
