For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ કિસાનઃ 2 દિવસમાં કરો આ કામ, નહીં તો અટકી જશે પૈસા

પીએમ કિસાનઃ 2 દિવસમાં કરો આ કામ, નહીં તો અટકી જશે પૈસા

|
Google Oneindia Gujarati News

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં દર વર્ષે ખેડૂતોને સરકાર 6 હજાર રૂપિયા આપે છે. આ રકમ 3 હપ્તામાં મળે છે. પરંતુ તેના પર હવે સરકારે એક શરત રાખી છે. જો ખેડૂતોએ 30 નવેમ્બર 2019 સુધીમાં આ શરત પૂરી ન કરી તો પૈસા મળતા અટકી જશે. 30 નવેમ્બર આડે 3 દિવસ બાકી છે, ત્યારે ખેડૂતોએ આ મુદ્દે ધ્યાન આપવું જરૂરી છે. પીએમ કિસાન યોજના જ્યારે શરૂ થઈ ત્યારે સરકારે 14 કરોડ ખેડૂતોને ફાયદો મળવાનો અંદાજ બાંધ્યો હતો. અત્યાર સુધીમાં 8 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી ચૂક્યો છે. પરંતુ તેમાંથી ફક્ત 3.78 કરોડ ખેડૂતોને જ ત્રીજો હપતો પણ મળ્યો છે. જો ખેડૂતોએ સરકારની શરત પૂરી ન કરી તો તેમને પીએમ કિસાન યોજનાના પૈસા મળતા અટકી જશે.

શું છે શરત?

શું છે શરત?

મોદી સરકારે શરત રાખી છે કે પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમનો લાભ લેવા માટે આધાર નંબર લિંક કરવો જરૂરી છે. જો ખેડૂતો 30 નવેમ્બર સુધીમાં પીએમ કિસાન યોજનાને આધાર સાથે લિંક નહીં કરે તો સરકાર પૈસા અટકાવી દેશે. સરકારે આ માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2019 રાખી છે. એટલે કે આ માટે હવે 4 જ દિવસ બાકી છે. જો કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, અસમ અને મેઘાલયના ખેડૂતો માટે 31 માર્ચ, 2020 સુધીનો સમય રખાયો છે.

કેટલા ખેડૂતોને મળ્યા પૈસા

કેટલા ખેડૂતોને મળ્યા પૈસા

કૃષિ મંત્રાલય પ્રમાણે દેશમાં 14.5 કરોડ ખેડૂત પરિવારો છે. મોદી સરકારે તમામ ખેડૂતોને આ પૈસા આપવા યોજના બનાવી છે. તેના માટે 87 હજાર કરોડ રૂપિયાનું બજેટ રખાયું છે. અત્યાર સુધઈ 8 કરોડ ખેડૂતો તેનો ફાયદો મેળવી ચૂક્યા છે. જો કે માત્ર 3.78 કરોડ ખેડૂતોને જ પૂરા પૈસા મળ્યા છે. હજી પણ 6.5 કરોડ ખેડૂતો લાઈનમાં છે. દસ્તાવેજમાં ગરબડ અને આધારની અછતને કારણે ખેડૂતોને પૈસા નથી મળી રહ્યા. એટલે જેને જેને પૈસા નથી મળ્યા તેઓ સમયમર્યાદા પૂરી થતા પહેલા પોતાનું આધાર લિંક કરાવી લે.

પીએમ કિસાન યોજના અંગે અહીં કરો ફરિયાદ

પીએમ કિસાન યોજના અંગે અહીં કરો ફરિયાદ

સૌથી પહેલા પોતાના રેવન્યુ અધિકારી અને વિસ્તારના કૃષિ અધિકારીને ફરિયાદ કરો

જો અહીં સુનાવણી ન થાય તો કેન્દ્રીય કૃષિ મંત્રાલયના કિસાન હેલ્પ ડેસ્કને ઈમેલ કરી શકાય. ઈમેઈલ એડ્રેસ આ પ્રમાણે છે. [email protected]

હેલ્પ લાઈન નંબર

કિસાન સેલના આ નંબર 011-23381092 પર ફોન કરીને તમે મુશ્કેલી ગણાવી શકો છો.

દિલ્હી માટે નંબર છે 011-23382401

આવા ખેડૂતોને નહીં મળે પૈસા

આવા ખેડૂતોને નહીં મળે પૈસા

પીએમ કિસાન સ્કીમનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. જો ખેડૂતો આ શરત પૂરી નહીં કરે તો તેમને પૈસા નહીં મળે. આ શરતોમાં સામેલ છે - ગત નાણાકીય વર્ષમાં આવક વેરો ન ભર્યો હોય. કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી ટાસ્કિંગ ફોર્સ/ચોથી શ્રેણી/સમૂહી ડી કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી અને 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને લાભ નહીં મળે. પ્રોફેશનલ, ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કિટેક ખેતી કરતા હશે તો લાભ નહીં મળે. ધારાસભ્યો, સાંસદો, મંત્રી અને મેયર ખેતી કરતા હશે તો લાભ નહીં મળે.

ખેડૂતો આવી રીતે ચેક કરી શકે સ્ટેટસ

ખેડૂતો આવી રીતે ચેક કરી શકે સ્ટેટસ

જો તમે પીએમ કિસાન સ્કીમનો લાભ લેવા માટે અરજી કરી છે અને હવજી સુધી બેન્ક ખાતામાં પૈસા નથી આવ્યા તો તેનું સ્ટેટસ જાણવું સરળ છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીના કહેવા પ્રમાણે પીએમ કિસાન પોર્ટલ પર જઈને કોઈ પણ ખેડૂત પોતાનો આધાર નંબર, મોબાઈલ અને બેન્ક ખાતા નંબર નાખીને આ સ્ટેટસ જોઈ શકે છે.

સાવધાન રહો બજારમાં વેચાઈ રહ્યું છે નકલી જીરું, જાણો નુકશાનસાવધાન રહો બજારમાં વેચાઈ રહ્યું છે નકલી જીરું, જાણો નુકશાન

English summary
pm kisan yojana farmers need to link aadhar with scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X